SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભક્તની પ્રતિભા લખાણમાંથી જોવા મળે છે. અને એ એમની સમજદૃષ્ટિ સાધનાના અભ્યાસીએ જોવા જેવી ગણાય. ગીતાકાર જેને “સ્વભાવનિયત’ કે ‘સહજ’ કર્મ કહે છે, તેવી -વસ્તુ પિતાને માટે આ ગૃહસ્થાશ્રમ છે, એવી સમજ તેમની હોય, એમ જોવા મળે છે. અર્લોકિક અવધાન-શક્તિથી પોતાના સંચિતમાં ઊંડે ઊતરીને જોતાં તેમને એમ લાગ્યું કે આ ક્રમ તેમને માટે પ્રારબ્ધજન્ય સહજ-કર્મગતિ છે. તેથી જ તેમની વૃત્તિ સામાન્ય સંસારીથી જુદી ભાવનાવાળી હતી; તેથી ગૃહસ્થ-જીવનમાં તેના સુખભેગના મોહથી તે તણાઈ નહોતા ગયા, – જોકે તે માણવાને માટે ધન-સંપત્તિ ઈ૦ સર્વ વૈભવ તેમને સારી પેઠે મોજૂદ હતો. , આપણે જાણીએ છીએ કે, કવિ નિષ્કુલાનંદે પેલા (‘ત્યાગ ૧ ટકે રે વૈરાગ્ય વિના ......') ભજનમાં ગાયું છે, એવો ત્યાગ-સંન્યાસ કોઈ સ્વીકારી લે છે. એમ કોઈ આવેગ કે ભળતા ખ્યાલથી ખેંચાઈને જો સાધક પિતાના પ્રારબ્ધ-કર્મનો અનાદર કરે, તોય તે સાધનામાં તેનાથી ભાગ્યે ફાવી શકે, – પાછો પણ પડે, અર્થાત, સંન્યાસ-ભ્રષ્ટ થાય; તેથી શાસ્ત્રકારો બતાવે છે (ગીતા ૧૮, ૫૯ - ૬૦): “યદહંકારમ્ આશ્રિત્ય “ન યોસ્પે' ઈતિ મ સે ! મિથ્યષ: વ્યવસાય: તે, પ્રકૃતિ: ત્વામ્ નિયોશ્યતિ || સ્વભાવન કૌતિય, નિબદ્ધ: સ્વન કર્મણા ! કર્યું ન ઇચ્છસિ યનું મહાત્ કરિષ્યસિ અવશોપિ તત || [“અહંકારને વશ થઈ “નહીં લડું’ એમ હું માને તો એ તારો નિશ્ચય મિથ્યા છે. તારો સ્વભાવ જ તને તે તરફ બળાત્કારે ઘસડી જશે. “હે કોંય ! સ્વભાવજન્ય પોતીકા કર્મથી બંધાયેલો તું, મેહને વશ થઈ જે કરવા નથી ઇચ્છતે, તે પરાણે કરીશ.”] આવા મેહ કે અહંકારમાં કવિશ્રી નથી તણાઈ જતા, અને જેને અકર્મવાદી સંન્યાસનો “નિગ્રંથધર્મ” પસંદ છતાં – તેમાં શ્રદ્ધા બંધાયા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy