SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ જ્ઞાની ભક્તની પ્રતિભા હોવા છતાં, તે વાટેય યોગમાં પ્રયાણ અને પ્રગતિ થાય છે, – જેથી આ ભૂમિકાને “વિષાદયોગ’ જેવું નામ (જેમ કે, ગીતા અ૦ ૧નું) સાધનાના શાસ્ત્રમાં આપવામાં આવ્યું છે. આ પ્રશ્ન કેવળ બાહ્ય વેશાંતર કરવાને – ધોળાં કે ભગવાં ધરવાનો – યતિ મુનિ સંન્યાસીને વેશ સ્વીકારવાની કેવળ ક્રિયાજડ વસ્તુને વિષેને નથી. આ તો અધ્યાત્મ ક્ષેત્રની આંતર ચિત્તસ્થિતિને અંગેનો છે, કે જે સ્થિતિને પરમ સાધનાના અંતિમ તબક્કે પહોંચાડીને જીવનમાં પકવવાની હોય છે. અને કવિ આવા ચરમ તબક્કા તરફ હવે પહોંચે છે, એ તેમનાં લખાણો બતાવે છે. સાધનાશાસ્ત્રમાં એને “ધ્યાનયોગ’ કે અધ્યાત્મયોગ’ પણ તેથી જ કહેવાય છે. આ સમયની તેમની એ દશા સમજવામાં મદદરૂપ એક લખાણ ગણાય તે તેમણે, લખવા માંડેલા “ ધ્યાન' નામે અપૂર્ણ લેખમાં મળે છે. સ્વગત શૈલીમાં (શ્રી - ૨૩૫) તેમાં તે નોંધે છે: “હે આત્મન ! તે જો આ મનુષ્યપણું કાકાલીય ન્યાયથી પ્રાપ્ત કર્યું છે, તે તારે પિતામાં પોતાને નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ. .......... શ્રી જિન સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યને મુક્તિનું કારણ કહે છે. અતએ જે મુક્તિની ઇચ્છા કરે છે, તે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યને જ મોક્ષનું સાધન કહે છે. “મેક્ષનાં સાધન જે સમ્યકદર્શનાદિક છે, તેમાં “ધ્યાન... ગર્ભિત છે. તે કારણ ધ્યાનને ઉપદેશ હવે પ્રગટ કરતાં કહે છે કે, “હે આમની તું સંસારદુ:ખના વિનાશ અર્થે જ્ઞાનરૂપી સુધારસને પી અને સંસારસમુદ્ર પાર ઊતરવા માટે ધ્યાનરૂપ વહાણનું અવલંબન કર.”(આટલેથી લેખ અટકે છે.) અને એ ધ્યાન એટલે આત્મશુદ્ધિને અર્થે વૈરાગ્ય અને અભ્યાસ પૂર્વક પોતાના મનની સાથે લડવું – શમયોગ સાધવો તે છે; ' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy