SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. અખંડ પ્રેમ-ખુમારી “પ્રેમની પ્રેમની પ્રેમની રે, મને લાગી કટારી પ્રેમની.” “જેને લાગી છે તેને જ લાગી છે, અને તેણે જ જાણી છે; તે જ “પિયુ, પિયુ” પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય? કે જ્યાં વાણીને પ્રવેશ નથી. વધારે શું કહેવું? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજો સુગમ મેક્ષમાર્ગ છે જ નહીં, તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી, મોહ બળવાન છે.” (શ્રી ૧૩૧૭, ચૈત્ર વદ ૧૪, ૧૯૪૭ના પત્રમાંથી) કવિની પ્રેમભક્તિ કે પ્રપત્તિભાવની ઝંખના આ વર્ષોમાં કેવી ઊંડી અને ઉન્મની હતી, તેનું ચિત્ર તેમણે આ સમયે લખેલા (મુંબઈ, અષાડ સુદ ૧૩, ૧૯૪૭) એક પત્રમાં (શ્રી.૧- ૩૨૫-૬) મળે છે: અમારી દશા હાલમાં કેવી વર્તે છે, તે જાણવાની ઇચ્છા રહે છે; પણ જેવી વિગતથી જોઈએ તેવી વિગતથી લખી શકાય નહીં...” અત્રો ટૂંકમાં લખીએ છીએ: એક પુરાણ પુરુષ અને અને પુરાણ પુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કાંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી, વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુમિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ અને કોણ મિત્ર છે, એની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy