SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ જ્ઞાની ભક્તની પ્રતિભા ભાવથી ભરેલી છે. ગુરુ એટલે ઈશ પ્રભુ, એવો જ ભાવ તે ધરાવે છે. અને નિગ્રંથ ભક્તિનો જૈન આદર્શ તે તેમની સાધના-સૃષ્ટિમાં વહેલેથી અંકિત થઈ ચૂક્યો હતો: જુઓ તેમનું ૧૮મા વર્ષે લખાયેલું કયારે થઈ નિગ્રંથ રે” – એવો “અપૂર્વ અવસર ” ઝંખતું પેલું કાવ્ય. આ પ્રકારની નિગ્રંથ-નિષ્ઠા તેમનામાં પ્રધાનપદે રહેલી છે તેમ છતાં, આ કાળની અંતરની તેમની અકળામણને સમયે, તેમનું હૃદય કેવા આભાવે ઈશસ્તવન કરે છે! કવિની પ્રતિભાનું આ લક્ષણ વિસારે પડી ન શકાય એવું ઊંડું હતું, એમ તેમનાં લખાણ પરથી લાગે છે. - કૃષ્ણ ભક્તિનાં ભજને પણ તેમના ધર્મ-સંસ્કારોના ભાથામાંથી કરે છે. ૨૪મા વર્ષમાં લખેલા એક પત્રમાં તે, ગેપીઓની શ્રીકૃષ્ણભક્તિનું રૂપક આલેખીને, પોતાની સ્થિતિનું વર્ણન તેમના પરમ ભક્તમિત્ર સોભાગચંદને લખ્યું છે: “.... આજના પ્રભાતથી નિરંજનદેવની કોઈ અદભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઇરછેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ- (કૃષ્ણચંદ્ર)ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી, એવી એક શ્રીમદ ભાગવતમાં કથા છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે; અમૃત પ્રવહે છે ત્યાં સહયદળ કમળ છે, તે મહીની મટકી છે; અને આદિપુરુષ તેમાં બિરાજમાન છે, તે ભગવંત વાસુદેવ છે; તેની પ્રાપ્તિ સત્પરૂષની ચિત્તવૃત્તિ રૂપ ગોપીને થતાં, તે ઉલ્લાસમાં આવી જઈ, બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે, “કઈ માધવ લે, હાં રે કોઈ માધવ લો', એમ કહે છે, અર્થાત, તે વૃત્તિ કહે છે કે, તમે તે પુરાણ પુરુષને પ્રાપ્ત કરશે..... આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ, તે માત્ર એક અમૃતરૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરીને વ્યાસજીએ અભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકજને પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy