SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભક્તની પ્રતિભા શ્રીમદ્ રાજચંદ્રનું પુનર્જન્મ-દર્શન આગળ વધીને જીવનનું આ કાળદર્શન પણ આત્યંતિક રૂપે પામે છે; અને એનું બહુ સરળ ભાષામાં.. અને ટૂંકમાં તેમણે આ સમયે એક પત્રમાં કરેલું સુંદર વિવેચન જોવા જેવું છે; – કે જે પરથી બૌદ્ધ વિજ્ઞાનવાદની ક્ષણભંગુરતા અથવા આધિભૌતિક ક્ષરભાવ સહેલાઈથી સમજાય છે. “વવાણિયા, આસો સુદ, ૧૯૪૭”થી “પરમ પૂજ્ય શ્રી. સુભાગ્ય ’ને (તેમના એક પ્રશ્નના જવાબમાં) શ્રીમદે કાળના સ્વરૂપ વિષે લખ્યું:: ““કાળ’ શું ખાય છે, તેને ત્રણ પ્રકારે ઉત્તર લખું છું: સામાન્ય ઉપદેશમાં, કાળ, શું ખાય છે, તેને ઉત્તર એ છે કે, તે પ્રાણીમાત્રનું આયુષ્ય ખાય છે.' . વ્યવહાર-નયથી કાળ “જૂનું' ખાય છે. - “નિશ્ચય-નયથી કાળ માત્ર પદાર્થને રૂપાંતર આપે છે, પર્યાયાંતર કરે છે. “છેલ્લા બે ઉત્તર વધારે વિચારવાથી બંધ બેસી શકશે. “વ્યવહારનયથી કાળ જૂનું” ખાય છે' એમ જે લખ્યું છે, તે વળી નીચે વિશેષ સ્પષ્ટ કર્યું છે: ““જૂનું’ એટલે શું? એક સમય જે ચીજને ઉત્પન્ન થયાં થઈ, બીજો સમય વર્તે છે, તે ચીજ જૂની ગણાય છે. (જ્ઞાનીની અપેક્ષાથી) જે ચીજને ત્રીજે સમયે, ચોથે સમયે, એમ સંખ્યાતઅસંખ્યાત સમયે – અનંત સમયે કાળ બદલાવ્યા જ કરે છે. બીજા. સમયમાં તે જેવી હોય, તેવી ત્રીજા સમયમાં ન હોય; એટલે કે, બીજા સમયમાં પદાર્થનું જે સ્વરૂપ હતું તે ખાઈ જઈ ત્રીજે સમયે કાળે. બીજા પદાર્થને બીજું રૂપ આપ્યું; અર્થાત. જૂનું તે ખાઈ ગયો. પહેલે સમયે પદાર્થ ઉત્પન્ન થયો અને તે જ વેળા કાળ તેને ખાઈ જાય, એમ વ્યવહાર-નયથી બને નહીંપહેલે સમયે પદાર્થનું નવાપણું ગણાય, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy