SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ જ્ઞાની ભક્તની પ્રતિભા એમ કહી ન અસત્યરૂપ ઠરે; બાકીના ધર્મમતને કેવળ અસત્ય કહેવા પડે; પણ હું શકું. શુદ્ધ આત્મજ્ઞાન-દાતા નિશ્ચય-નય વડે તે તે પરંતુ વ્યવહારનયે તે અસત્ય ઠરાવી શકાય નહીં. ...... એક દર્શન જે નિર્દોષ અને પૂર્ણ કહેવાનું છે, તેની વાત હમણાં એક બાજુ રાખીએ. “હવે તમને શંકા થશે કે, સદાષ અને અપૂર્ણ એવું કથન એના પ્રવર્તકે શા માટે બાધ્યું હશે ? તેનું સમાધાન થવું જોઈએ. આમ પ્રશ્ન પૂછીને તેના ઉત્તરનું અનુમાન કરતાં કવિ જે કહે છે, તે પરિપૂર્ણ સત્ય જ છે, એમ તે કેમ માની શકાય? પરંતુ કવિના વિચારે તે એમને પ્રમાણિક લાગ્યું એમ તે ખરું, અને તે શું અને શી રીતે કે શાથી તે સમજવું જોઈએ. તે કહે છે: 66 એ ધર્મમતવાળાઓની જ્યાં સુધી બુદ્ધિની ગતિ પહોંચી ત્યાં સુધી તેમણે વિચારો કર્યા. અનુમાન, તર્ક, અને ઉપમાદિક આધાર વડે તેઓને જે કથન સિદ્ધ જણાયું તે પ્રત્યક્ષ રૂપે જાણે સિદ્ધ છે, એવું તેમણે દર્શાવ્યું. જે પક્ષ લીધો તેમાં મુખ્ય એકાંતિક વાદ લીધા; ભક્તિ, વિશ્વાસ, નીતિ, જ્ઞાન કે ક્રિયા એમાંના એક વિષયને વિશેષ વર્ણવ્યા, એથી બીજા માનવા યોગ્ય વિષયા તેમણે દૂષિત કરી દીધા. "" આ પ્રકારના મર્યાદા-આક્ષેપ ઈતિહાસકાળમાં પ્રગટેલા ને વર્તતા દરેક ધર્મમતવાળાને લાગુ ન પડે? કેમ કે, હરેક પ્રવર્તક પોતપોતાની તર્કબુદ્ધિ, અનુભૂતિ, તેમ જ શ્રદ્ધાબુદ્ધિ અને ભક્તિભાવ તેમ જ દેશકાળ અને લેાકગિત મુજબ, પેાતાના નવપ્રવર્તનનું નિરૂપણ કરશે; અને ઇતિહાસમાં મળતા હરેક ધર્મ-મહાપુરુષની એ મર્યાદા હશે જ, કવિ આવા પુરુષોમાં પૌરાણિક રામ-કૃષ્ણાદિ ઉપરાંત શંકર, બ્રહ્માદિ દેવનાં પુરાણ-કથનને ઐતિહાસિક માનીને ચાલતા હોય, તે તેમાં, શાસ્ત્રીય ઇતિહાસ-દૃષ્ટિથી જોતાં, તર્કદોષ ઉઘાડો માનવા પડે છે. ઇતિહાસમાં ગુજરેલા પુરુષો અંગેની વિવેચક સમીક્ષા જુદી વાત છે. તેમ કરવાને માટે પણ, આધારભૂત જીવનવૃત્તાંત તે પાછું જરૂરી ગણાય; તો પછી કાલ્પનિક પૌરાણિક મૂર્તિઓની તો વાત જ શી ? અસ્તુ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy