SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભકતની પ્રતિભા “જિજ્ઞાસુ- કહો ત્યારે એથી તેઓ ઉત્તમ ગતિ પામે એમ મારું મત છે? “સત્ય – એઓની ભક્તિ વડે તે મોક્ષ પામે, એમ હું કહી શકતું નથી. જેને તે પરમેશ્વર કહે છે, તેઓ કાંઈ મોક્ષને પામ્યા નથી; તે પછી ઉપાસકને એ મોક્ષ ક્યાંથી આપે? શંકર વગેરે કર્માય કરી શક્યા નથી અને દૂષણ સહિત છે, એથી તે પૂજવા યોગ્ય નથી. જિજ્ઞાસુ – એ દૂષણ કયાં જ્યાં તે કહો. સત્ય – (અજ્ઞાન, કામ, હાસ્ય, રતિ મળીને) ૧૮ દૂષણમાંનું એક દૂષણ હોય તે પણ તે અપૂજ્ય છે. ” “જિજ્ઞાસુ – ભાઈ, ત્યારે પૂજ્ય કોણ અને ભક્તિ કોની કરવી, કે જે વડે આત્મા સ્વશક્તિનો પ્રકાશ કરે? - “સત્ય – શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ. સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે.....” " એ એમ કહીને “જિનેશ્વરની ભક્તિથી અનુપમ લાભ છે જણાવીને, તોટક છંદમાં “ભક્તિને ઉપદેશ” એક કાવ્યરૂપે (શિક્ષાપાઠ (૧૫ મા તરીકે) આપે છે. (જુએ શ્રી.૧-૪૮) - આ પ્રકારની ઈષ્ટદેવની ભક્તિ પોતાને માટે કેમ કવિ પસંદ કરે છે, એ એમાંથી આપણે જોઈ શકીએ. અને તત્ત્વજ્ઞાનની સમજથી જોતાં, ઉપરનો ઉતારો કવિની જીવનનાના આરંભે જે શાસ્ત્રબુદ્ધિ તેમની બની હતી, ધર્મમાં જેવી રુચિ-દૃષ્ટિ એ ધરાવતા હતા, એ મુજબ તે બતાવે છે. તેમાં નિતાન્ત કર્મક્ષયને જૈન અકર્મ-તત્ત્વવાદ તેમણે જ્ઞાન કે સિદ્ધિની કસોટીરૂપ માન્યો છે, તેવું જોવા મળે છે. અને તેમાં પરિપૂર્ણ વીતસગપણું એ તેમને મન મુખ્ય ગુણ છે. શિક્ષાપાઠ ૫૮, ૧૯, ૬૦ ધર્મના મતભેદ વિષે છે (શ્રી.૧-૮૪), તે એમના શાસ્ત્રગ્રંથોના અભ્યાસ અંગે અહીં નોંધપાત્ર છે. ધર્મસંપ્રદાયો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy