SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપરાય-દષ્ટિ અને અધ્યાત્મ-પ્રવેશ ૧૦૧ પામ્યા વિના જીવનમાં પ્રવૃત્ત થવામાં મુંઝવણ રહે છે. આથી જ શ્રીમદે પોતાની અવધાનશક્તિને સંયમપૂર્વક અંતરમાં વાળીને પોતાના જીવનને માટે લગ્ન તેમ જ અન્ય નિર્ણયો લીધા – દૃઢભાવે લઈ શકયા હતા. અને ઉપરના પત્રમાં આગળ આ જ વસ્તુને સ્પષ્ટ રૂપે તે કહે છે : “જ્યાં સુધી ભૂતભવ અનુભવગમ્ય ન થાય, ત્યાં સુધી ભવિષ્ય કાળનું ધર્મપ્રયત્ન શંકાસહ આત્મા કર્યા કરે છે, અને શંકાસઠ પ્રયત્ન તે યોગ્ય સિદ્ધિ આપતું નથી. “પુનર્જન્મ છે' – આટલું પક્ષે – પ્રવક્ષે નિ:શંકત્વ જે ૫૨પને પ્રાપ્ત થયું નથી, તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય, એમ શાલી કહેતી નથી. પુનર્જન્મને માટે શ્રુતજ્ઞાનથી મેળવેલો આશય મને જે અનુભવગમ થયો છે, તે કંઈક અહીં દર્શાવી જઉં છું.” આમ કહીને તે પોતે કઈ રીતે શ્રુતજ્ઞાનથી માનેલી શ્રદ્ધાને પોતાની અંદરવૃષ્ટિ તપાસીને સ્વભાવને પામતા ગયા, – જેને પરિણામે તે અનુભવગમ્ય થયું, – તે કાંઈક માંડીને વર્ણવતાં પોતે લખે છે: જીવનો મુખ્ય ગુણ ના લક્ષણ છે તે “ઉપયોગ” (કોઈ પણ વરતુ સંબંધી લાગણી, બોધ, જ્ઞાન). અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ......જ્યાં સુધી સ્વ સ્વરૂપ યથાર્થ સમજ્યો નથી, ત્યાં સુધી (આત્મા) છદ્મસ્થ જીવ છે – પરમાત્મ દશામાં આવ્યો નથી. શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે, તે પરમાત્મ-દશાને પ્રાપ્ત થયેલો આત્મા ગણાય. અશુદ્ધ ઉપયોગી હોવાથી જ આત્મા કલ્પિત જ્ઞાન (અજ્ઞાન) ને સમ્યજ્ઞાન માની રહ્યો છે....અને અશુદ્ધ ઉપયોગી થવાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઈએ. તે નિમિત્ત અનુપૂર્વીએ ચાલ્યાં આવતાં બાહ્યભાવે ગ્રહેલાં કર્મ-પુદ્ગલ છે....વર્તમાન કાળમાંથી . આપણે એકેકી પળ બાદ કરતા જઈએ અને તપાસતા જઈએ, તે * અહીં ગીતા-વચન યાદ કરે – માવઃ ૩ધ્યાત્મમુખ્યતે | (૮ ૩) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy