SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અવધાનશકિતનું અધ્યાત્મ મતલબ કે, (આને સાદી ભાષામાં મૂકીએ તો પોતે મિયા આત્મશ્લાઘા કરતા નથી, પરંતુ જો પોતા વિષે કાંઈ કહેવું જ પડે તો આત્મનિંદાને કે ખોટી નમ્રતાને વ્યર્થ દેખાવ પણ ન કરવો ઘટે. “જેવા હોઈએ તેવા દેખાવા”ના તેમના (અગાઉ આપણે જોયા તે આર્જવરૂપી) ચારિત્રય-ન્યાયને જ આ પર્યાય છે, એમ ગણાય. અને સં. ૧૯૪૬ના પોષ સુદ ૩, બુધ, મુંબઈની તેમની રોજનીશીમાં “નીચેના નિયમ પર બહુ લક્ષ આપવું.” એમ લખીને ૬ વાત કરી તેમાં ચોથો નિયમ આવો છે – “જેમાં આત્મશ્લાઘા કે આત્મહાનિ ન હોય, તે વાત ઉચ્ચારવી જોઈએ.” (શ્રી.૧-પા. ૨૬૨) રવજીભાઈના પત્રને ઉપર મુજબને “પ્રાવેશક” કરીને, તે લખે છે તેમાં પોતાનાં બાવન અવધાન ગણાવીને, તે માટે ““સરસ્વતીને અર’ એવું ઉપનામ આ મનુષ્યને મળેલું છે” એમ નોંધે છે. પરંતુ પત્રમાં ખાસ તે લખે છે તેમાં આ પોતાની શક્તિની કેટલીક સૂક્ષ્મ મીમાંસા કરી છે, તે જોવા જેવું છે. તે કહે છે: આ બાવન કામ એક વખતે મન:શકિતમાં સાથે ધારણ કરવાં પડે છે...ટૂંકમાં આપને કહી દઉં કે, આ સઘળું યાદ જ રહી જાય છે. (હજુ સુધી કોઈ વાર ગયું નથી.) આમાં કેટલુંક માર્મિક સમજવું રહી જાય છે. પરંતુ દિલગીર છું કે, તે સમજાવવું પ્રત્યક્ષને માટે છે. એટલે અહીં આગળ ચીતરવું વૃથા છે.” એટલે કે, આ શક્તિ વિશે તેમાં મનન કરવા જેવો તેને ભાવાર્થ જે છે, તે ગુઢ આત્મગમ્ય છે; તેને રૂબરૂ મળે કહી શકાય, તેથી લખ્યો નથી. પરંતુ, પત્રના પછીના ભાગમાં તે વિશે કેટલુંક ટૂંકમાં કહે છે તેમાં, સ્મરણ ઉપરાંત વિમરણની માનવ આત્માની શક્તિ વિષે પણ જાણવા જેવું તે કહે છે: તેર મહિના થયાં દેહાપાધિ અને માનસિક વ્યાધિના પરિચયથી કેટલીક શક્તિ દાટી મૂક્યા જેવી જ થઈ ગઈ છે...અવધાન એ -આત્મશક્તિનું કર્તવ્ય અને સ્વાનુભવશ્ય જણાવ્યું છે...” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy