________________
ઉમંગ પતંગ રૂપે
મસ્ત મધૂરો ફુલગુલાબી, પચરંગી હતો અમારો પતંગ હરખ સાથ ધીરજપૂર્ણ અનેરી ઈચ્છાથી, ચગાવ્યો હતો અને પતંગ અવકાશ મળે આકાશે આંબવા, હોંશીલો હતો અમારો પતંગ સપનાઓને સાકાર કરવા આશભર્યો, ને કોડીલો એ ઉમંગી પતંગ ઉડાન ઊંચી... મંજીલ ઊંચી... ગતિ પણ હતી તેજ પતંગ એ તેજગતિના સફળ યાત્રિક, નામ ઉમંગ સ્વરૂપ પતંગ વા... વંટોળને.... વાવાઝોડાનો, સામનો કરતો રહ્યો પતંગ દોરી કોઈને ભરોસે સોપતા, અથડાયો અને પછડાયો પતંગ કોઈએ લૂંટ્યો, કોઈએ ઝૂંટ્યો, છતાં હાથથી નહિ વછૂટ્યો પતંગ કાળજીપૂર્ણ સંભાળ લેતા, હેજે નહિં મૂક્યો અમારો પતંગ ખૂબ ઘૂમ્યો, ખૂબ ઝઝૂમ્યો પણ, આકાશ નહિં ચૂમ્યો પતંગ આત્મીયજનોને ખુશ રાખવાં, સદા મુસ્કરાતો ઉડ્યો પતંગ આશા બંધાણી અરમાન જાગ્યા, ફરી મંજીલે પહોંચવા પતંગ સૌના આનંદ ઝૂંટાઈ અચાનક, વછૂટાઈ ગયો અમારો પતંગ આનંદમાં રહ્યો ‘આનંદ’ થકી રહ્યો, સ્વજનોનું ઋણ ચુકવવા પતંગ ઋણાનુંબંધના બંધનો તૂટતા, સ્વયં “આનંદમાંથી વછૂટાઈ ગયો પતંગ યાદ થકી દિલમાં સૌના, વસી રહેશે અમારો પતંગ જ્યાં હશે ત્યાં બની મસ્ત મધૂરો ને મુસ્કરાતો રહેશે અમારો પતંગ
- આત્મીય
Jain Education International
For Personal Private Use Only
wyjainelor