SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ( રર૭), પ્રધાન ભેગને એ હેતુ છે, તે ત્યાગ પડે છે, એવા આર્તધ્યાને કઈ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી એવી જ્ઞાની પુરુષના માર્ગની શિક્ષા જાણી આત્મકલ્યાણને તેવા પ્રસંગે લક્ષ રાખવો યોગ્ય છે. | સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ કલેશનું, મેહનું, અને માઠી ગતિનું કારણ છે. સદ્દવિચાર, અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેને પ્રથમ સાક્ષાત ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે. [૪૫૭ ] ૭૩ [ વર્ષ ર૬ મું] ' રાખ્યું કંઈ રહેતું નથી, અને મૂછ્યું કંઈ જતું નથી, એ પરમાર્થ વિચારી કઈ પ્રત્યે દીનતા ભજવી કે વિશેષતા દાખવવી એ યોગ્ય નથી. સમાગમમાં દીનપણે આવવું નહીં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy