SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ હાથોંધ ૧, પૃષ્ઠ ૧. પ્રત્યેકે પ્રત્યેક પદાર્થને અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે. શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગના તાદામ્યવત અધ્યાસે પોતાના સ્વરૂપને લક્ષ પામતું નથી. યત્કિંચિત પર્યાયાંતરથી એ જ પ્રકારે જેન, વેદાંત, સાંખ્ય, ગાદિ કહે છે. ૧ પ્રત્યેકે પ્રત્યેક પદાર્થને અત્યંત વિવેક કરી આ જીવને તેમાંથી વ્યાવૃત્ત કર. ૨ જગતના જેટલા પદાર્થો છે, તેમાંથી ચક્ષુરિંદ્રિય વડે જે દશ્યમાન થાય છે તેનો વિચાર કરતાં આ જીવથી તે પર છે અથવા તો આ જીવના તે નથી એટલું જ નહીં પણ તેના તરફ રાગાદિ ભાવા થાય તો તેથી તે જ દુ:ખરૂપ નીવડે છે, માટે તેનાથી વ્યાવૃત્ત કરવા નિગ્રંથ કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy