SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર FE ૭ શ્રી વાસુપૂજ્ય પ્રભુ આગલા ત્રીજા ભવે પુષ્કરદ્વીપના મહાવિદેહમાં પદ્મોત્તર રાજા હતા. ત્યાં વ્યાખ્યાન સમ્યક્ત્વ પામી, દીક્ષા લઇ, વીશસ્થાનક આરાધી, તીર્થંકર નામ કર્મ બાંધી દશમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચંપાપુરીમાં વસુપૂજ્ય રાજાની જયા રાણીના ઉદરમાં જેઠ સુદિ નવમીના આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ ફાગણ વદિ ચૌદસે જન્મ્યા. મહિષ લાઇનવાળા, રાતાવર્ણવાળા, સિત્તેર ત ૐ ધનુષ્યની ઊંચાઇવાળા પ્રભુ અઢાર લાખ વર્ષ કુમા૨૫ણે રહી, ફાગણ વદ અમાવાસ્યા દિને છસો રાજાઓ સાથે દીક્ષા લઇ અને એક માસ છદ્મસ્થ રહી ચંપાપુરીમાં મહા સુદિ બીજે કેવળજ્ઞાન ૐ પામ્યા. અનેક ભવ્યાત્માઓને તારી, ચોપન લાખ વર્ષ દીક્ષા પાળી, બોંતેર લાખ વર્ષનું સર્વ આયુષ્ય ભોગવી, આષાઢ સુદિ ચૌદસે છસો મુનિઓ સાથે માસિક અનશન કરી ચંપાપુરીમાં મોક્ષે ગયા. એ પ્રભુને સૂક્ષ્મ આદિ છાસઠ ગણધરો સહિત બોંતેર હજાર સાધુઓ, એક લાખ સાધ્વીઓ, બે લાખ પંદર હજાર શ્રાવકો, અને ચાર લાખ છત્રીશ હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસનરક્ષક કુમારયક્ષ અને ચંડાદેવી યક્ષિણી હતાં. એ પ્રભુના શાસનમાં બીજા પ્રતિવાસુદેવ તારક, વાસુદેવ દ્વિપૃષ્ટ, અને વિજય બળદેવ થયા, પ્રભુને મોક્ષે ગયે છેંતાલીશ સાગરોપમ ઉપ૨ પાંસઠ લાખ ચોર્યાશી હજાર નવસો એંસી વર્ષ થયા ત્યારે શાસ્ત્રો લખાયા છે. RE Jain Education International શ્રી શ્રેયાંસનાથ પ્રભુ આગલા ત્રીજા ભવમાં પુષ્કરદ્વીપના મહાવિદેહમાં નલીનગુલ્મ રાજા હતા. તે ત્યાં સમ્યક્ત્વ પામી, દીક્ષા લઇ, વીશસ્થાનક આરાધી તીર્થંકર નામ કર્મ બાંધી, સાતમા દેવલોકમાં દેવ થયા, ત્યાંથી સિંહપુરમાં વિષ્ણુ રાજાની વિષ્ણુ રાણીના ઉદરમાં જેઠ વિદે છટ્ઠના આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત ફાગણ વદિ બારસના જન્મ્યા. ગેંડાના લાંછનવાળા, સુવર્ણ કાંતિવાળા, એંશી ધનુષ્ય ઊંચાઇવાળા, પ્રભુ એકવીશ લાખ વર્ષ કુમા૨પણે, બેંતાલીશ લાખ વર્ષ રાજા પણે રહી, સાંવત્સરિક દાન આપી, ફાગણ વદ તેરસે એક હજાર રાજાઓ સાથે દીક્ષા લઇ, બે માસ છદ્મસ્થ રહી, મહા વદ અમાવાસ્યાના કેવળજ્ઞાન પામ્યા. પછી ઘણા ભવ્યાત્માઓને તારી, એકવીશ લાખ વર્ષ દીક્ષા પાળી, ચોર્યાશી લાખ વર્ષનું સર્વ આયુષ્ય ભોગવી અંતે સમેતશિખર For Personal & Private Use Only G தரும் ૨૫૦ www.jainalarary clg
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy