SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ બેકારીનું મહેણું ભાંગવું છે? અજમાવી જુઓ આ વ્યવસાય તમે કામ શોધો છો બેકાર છો આજીવિકા મેળવવી છે? પૈસા નથી કુટુંબનું પૂરું નથી થતું? ધંધો જોઈએ છે? શરૂઆતમાં મહિને રૂ. ૨૫૦૦ જેટલી કમાણી ચાલે જે મોંઘવારી સાથે વધતી જાય ? તો આ લેઈ ચૂંટણીસે નથી, નકર પ્રસ્તાવ છે. તમારે માટે ધંધો છે કાપડનો. સાવ નજીવા, રૂા ૫૦૦થી પણ ઓછા મૂડીરોકાણે તમે આ ધંધો કરી શકે અને ૧૫ દિવસમાં જ રોજના રૂા. ૧૦૦ની કમાણી કરતા થઈ જાઓ. . તમે જ્હશો કે કમાવાનું આટલું સહેલું હોય તો અત્યારે બેઈ કેમ આમ કરતું નથી ? કારણ કે આ ધંધો એક્તાથી થઈ શકે એમ નથી. એમાં બેથી ત્રણ જણે ભેગા થવાની જરૂર છે. ત્રણેક જણ ભેગા થાય તો તેઓ કાપડનું ઉત્પાદન કરી શકે. જો કે દરેક ભાગીદારને રોજના રૂ. ૧૦૦ની કમાણી છે એટલે એ પ્રોત્સાહનના કારણે ત્રણ ભાગીદાસે ભેગા થઈ શકે.. કાપડનો ધંધો કરવા ત્રણ ભાગીદારોએ કરવાનાં કામ છે : રૂનું પીંજણ, સૂતરનું વણાટ અને કાપડનું છાપકામ. તમે આ સાંભળીને પહેલાં તો નાક ચડાવશો કે આવા પીંજારા, વણકર અને છીપા જેવા ગયા જમાનાના ધંધા લેઈ કરતું હશે? પણ ભાઈ, આપણે આપણા ધંધાના નામ સાથે નિસબત છે કે આપણને મળતી કમાણી સાથે જે ધંધામાં કમાણી સારી હોય અને આપણને મળી શકે એમ હોય અને એ ધંધો પ્રામાણિક ધંધો હોય તે ધંધો સારો, પછી એનું નામ ગમે તે હોય. આજે પીંજારા, વણકર અને છીપાની કમાણી ઘણી ઓછી છે એટલે તમને એ ધંધાની સૂગ છે, પરંતુ આ કામો મજુરી તરીકે કરવાને બદલે જો આ ત્રણ જણ ભેગા મળીને પોતે જ કાપડનો ધંધો ચલાવે તો ધીક્તી કમાણી કરી શકે. એટલું જ નહીં શરૂઆતના રૂ. ૫૦૦ જેટલા ખર્ચા પછી એમને કાપડ બનાવવાનું કોઈ ખર્ચ જ ન આવે એટલે ગમે તે, ગરીબ યુવાનો પણ, આ ધંધો કરી શકે અને કોઈ મિલનું કાપડ એમની સાથે હરીફાઈ ન કરી શકે. તમે કેવી રીતે આ કરી શકો એ જોઈએ. તમે ત્રણ જણ કોઈ પણ ગરીબ લત્તામાં જઈને જ્હો કે અમારી પાસે આ ૨૦ રૂપિયે કિલો રે છે એના દોરા કાંતીને અમને આપો તો તમને પાંચ મીટર સુંદર રંગીન ભાતવાળું કાપડ આપીશું. સુંદર રંગ-ભાતવાળા કાપડના થોડા નમૂનાઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy