SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ મોમ્બાસાનાં મહિલામંડળો / ૫૭ ત્યાં ઈસ્માઈલી વિમેન્સ ઍસોસિયેશનનાં પણ બહેનો હતાં. બીજે દિવસે રવિવાર હતો છતાં એમનાં પ્રમુખે પોતાને ઘેર થોડાં બહેનોને બોલાવીને રેંટિયો કાંતવાનું શીખવ્યું અને આગળ વણાટ તથા રંગો કેવી રીતે કરવા તેની જાણકારી માગી. આફિન બહેનોનું ટોટોટો મંડળ કાપડ છાપવાનું તથા બાટિક અને બાંધણીનું કામ કરે છે. પીંછાં, કેળું અને બીજી કુદરતી વસ્તુઓથી કાપડ છાપે છે. એમને કાપડ બનાવવા વિશે વિશેષ રસ હતો. એમણે બીજાં મંડળોમાંથી પણ બહેનોને સભામાં બોલાવ્યાં હતાં. સાઠેક જેટલાં આફ્રિકન બહેનો હતાં, મોટે ભાગે વીસથી ત્રિીસ વર્ષનાં. એમને માટે તો રેંટિયો તદ્દન જ નવી વસ્તુ હતી. મેં એમને સૂતર કાંતી બતાવ્યું અને પછી એમને એક પછી એક બોલાવીને કાંતતાં શીખવ્યું ત્યારે એમના આનંદનો પાર નહોતો. તેમને તરત જ કાંતતાં આવડી જતું હતું. એમણે કહ્યું કે આ અમારે કરવું જ છે. - ગુજરાતી બહેનોની મિટિંગમાં પણ એ વખતે મૂશળધાર વરસાદ હતો છતાં પચાસેક બહેનો આવ્યાં હતાં. રેંટિયાને તથા ગાંધીજીને યાદ કરીને ગાંધીજીના જમાનામાં બહેનોએ સમાજસેવામાં કેટલો આગળ પડતો ભાગ લીધો હતો તે યાદ ર્યું. આજે પણ બહેનો રેંટિયા વડે સમાજમાં ઘણું કામ કરી શકે, અમૂલ્ય પ્રદાન કરી શકે અને આ મહત્ત્વનું કામ પુરુષો કરતાં મહિલાઓ જ વધુ કરી શકે એની ચર્ચા થઈ. - દમયંતીબહેન શાહે અપંગ આફ્રિકન બહેનો માટે ગર્લ્સ ગાઈડસ તાલીમ સંસ્થા ઊભી કરી છે. પોલિયોના રોગવાળી તથા બીજી અપંગ આફ્રિકન છોકરીઓને છાપકામ, સીવણકામ વગેરે શીખવવાની વ્યવસ્થા કરી છે. ગામડામાં જઈને પણ તેઓ કામ કરે છે. ત્યાં ડાળી રેંટિયો અને વણાટ શરૂ કરવા માગે છે. . જાતે કાપડ બનાવવાનું ઘણું જ સરળ, સસ્તું અને ફાયદાકારક છે અને - એ કાપડ ખૂબ સુંદર અને આરામદાયક બને છે એ વાત એટલી સહેલાઈથી અહીં સમજાઈ જાય છે કે મોમ્બાસામાં બે દિવસ પછી તો મને બધાંએ કહ્યું કે હવે વાતોને બદલે બને તેટલું શિખવાડવાનું વધુ રાખો. ' મોમ્બાસાનાં બહેનો પાસેથી ઘણી વસ્તુઓ શીખવા જેવી પણ છે. એક તો અહીંના લોકોમાં ઘણો સંપ અને ભાઈચારો છે. બધાને પોતાની નાતનો વાડો છે અને નાતને લોકો તો હંમેશાં સાથે હોય છે જે પરંતુ મોદેસાજે કે જરૂર પડ્યે બધી કોમો ખડે પગે એકબીજા સાથે ઊભી રહે છે. હિંદુઓ અને મુસલમાનો વચ્ચે પણ જિગરી દોસ્તી છે. સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ઘરમાં પણ સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, નણંદ-ભોજાઈ સાથે હળીમળીને રહેતાં આવ્યાં છે. બહેનો પોતાની દેરાણી કે જેઠાણીનાં બાળકોને પણ પોતાનાં બાળકો જેટલા જ લાડકોડથી ઉછેરે - છે. ‘મારો, મારાં સાસુનો અને એમનાં સાસુનો જન્મ પણ મોમ્બાસામાં થયેલો.” ખૂબ જ મળતાવડાં અને સક્રિય ખદીજાબહેને કહ્યું અને પોતાની વહુની ઓળખાણ કરાવતાં ઉમેર્યું કે અમારા કુટુંબમાં મારા દીકરાઓ વચ્ચે રોજ મીઠો ઝઘડો થાય પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy