SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ મોંઘવારી અને બેકારીની બેવડી ભીંસા કામ ન મળે અને કમાણી ન થાય એની નિરાશા અસહ્ય છે. કામ મળે તોય બીજા લોકોને ચારથી પાંચ આંકડામાં પગારો મળતા હોય, એની સામે આપણને સાવ મામૂલી પગાર મળે તો એની નામોશી લાગે છે. મજૂરીના દર ક્યારેક ઊંચા હોય તો પણ એવું કામ મહિનામાં બહુ થોડા દિવસ મળે છે. કુટુંબમાં અને સમાજમાં પણ આપણું માન સાવ ઘટી જાય છે. આપણે જાણે સાવ અક્કલ વગરના ગણાઈએ છીએ. બીજી બાજુ આપણાં શરીર અને મગજ તો સાબૂત હોય છે પરંતુ નોકરી માટે અરજીઓ કરવી પડે છે અને છતાં કામ મળતું નથી. ગામડામાં આજે વેરઝેર વધતાં જાય છે એના મૂળમાં પણ કામ ન મળવાની અને એને કારણે આજીવિકા ન રળી શક્વાની આ બેચેની છે. ઝઘડા ધર્મને કારણે કે નાતજાતને કારણે હોય એના કરતાંય એકની નોકરી બીજો લઈ જાય છે એને કારણે છે. બેકારીની ભીંસ વધતી જાય છે. હમણાં બે ગામડાંમાં જે અનુભવ થયા તે વિચારપ્રેરક હતા. એક ગામડામાં હું વણકરવાસમાં ગઈ અને એક ભાઈને કાપડનો ધંધો શરૂ કરવાની વાત કરી. એમાં આર્થિક લાભ ઘણો છે તેની ચર્ચા કરી. એમને પૂછ્યું કે જે તેઓ કાપડ બનાવવા માટે સૂતર વણવાનું શરૂ કરે તો ગામમાં બીજા લોકો સૂતર કાંતવા તૈયાર થાય અને તો સાથે એક જણને કાપડ છાપતાં શીખવીએ. ર તો અહીં ગામમાં જ ઊગે છે એટલે કાપડ ખૂબ સસ્તું બને. તો તમે વણવાનું શરૂ કરો ? એમણે તો જુદો જ જવાબ આપ્યો : હું કાપડ વણું અને એને માટે મારા છોકરાં જ સૂતર કાંતે અને જે કાપડ બને એને મારી પત્ની જ રંગીને છાપે. આ કિસ્સો બતાવે છે કે કામ માટેની એમને કેટલી બધી જરૂર છે. તેમ જ જાતે કાપડ બનાવીને વેચવામાં આર્થિક ફાયદો કેટલો બધો છે! બીજો અનુભવ પણ આ જ પ્રકારનો છતાં જુદો હતો. બીજા એક ગામમાં જઈને મેં ત્યાં કાપડ બનાવવાની વાત કરી. કેટલાક યુવકોએ ખૂબ રસ બતાવ્યો. ઊંચી કોમના હતા. મેં પૂછયું કે હરિજનવાસ કયાં છે તો મને ત્યાં લઈ ગયા. મેં બતાવ્યું કે નિવૃત્ત અને ઘરડા લોકોને રેંટિયા પર સૂતર કાંતવાનું ઘણું ગમશે તો ઘરડા લોકોને બોલાવીને તેમણે કાંતવાનું શીખવ્યું. પરંતુ આ બધો દરમિયાન યુવકો પોતે મને કહેતા હતા કે અમને પણ રેંટિયો શીખવાડો. એક ઘરની ઓસરીમાં બેસીને બધા યુવકોને એક પછી એક રેંટિયો ચલાવીને કાંતતાં શીખવ્યું. બીજી ગલીમાં સુથારને ત્યાં જઈને નમૂનાનો રેંટિયો બનાવડાવ્યો અને એ બની જાય પછી બીજા પચાસ રેંટિયા બનાવવાનું સુથારને કહ્યું. એક યુવક કહે કે બપોરે જ એ પાસેના ગામમાં જઈને રૂ પીંજાવવાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy