SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ / ધન્ય આ ધરતી “તો બેકાર વણકારો અંગે તપાસ કરીએ.’ “આપણે હાથસાળ નિગમમાં પૂછી જોઈએ. ત્યાંથી પ્રાથમિક માહિતી મળે તો આગળ વધાય.” “હું હાથસાળ નિગમની અમદાવાદની ઑફિસમાં જઈને માહિતી મેળવું કે ગુજરાતમાં કેટલા વણકારો છે, કેટલાનું કામ ચાલુ છે અને કેટલા બેકાર છે.” નિગમનો સંપર્ક ક્યોં. “અરે, ગુજરાતમાં તો આશરે ૨૧,૦૦૦ જેટલા વણકરો છે જેમાંથી ૮૦૦૦ વણકરો હાથસાળ નિગમમાં નોંધાયેલા છે. આ ૮૦૦૦ વણકરોમાંથી ૩૦૦૦નું કામ ચાલુ છે જ્યારે ૫૦૦૦ વણકરોની સાળો બંધ પડી હોવાનું નોંધાયું છે!” આ બેકાર વણકરોને મળવા અમે અધીરા હતા. જો કે પહેલાં તો 'કામ એક-બે ગામડાંમાં જ શરૂ કરવું હતું જેથી ત્યાં તે સફ્ળ થાય તો બીજાં ગામડાંમાં બેકાર વણકરો પણ તે હાથ ધરી શકે. “પરંતુ હાથસાળ નિગમની અમદાવાદની ઓફ્સિમાં આ વણકરો ક્યા ગામડાંમાં છે એ માહિતી નથી. એમની પાસે તો ગુજરાતના દસ જિલ્લાઓના વણકરોના જિલ્લાવાર કુલ આંકડા છે. ગામડાંવાર માહિતી જોઈતી હોય તો તે જિલ્લાઓમાં આવેલી હાથસાળ નિગમની ઑફિસમાં જવું પડે.” ‘અમદાવાદ જિલ્લાનાં ગામડાં વિશેની માહિતી માટે નિગમની ઑક્સિ જિલ્લાના ધોળકા ગામે આવેલી છે.’ “ચાલો, અમૃતભાઈ આપણે ધોળકા જઈને પૂછી આવીએ કે અમદાવાદ જિલ્લાના ક્યાં ગામડાંમાં બેકાર વણકરો છે.” સવારે વહેલાં અમે ધોળકા ગયાં. નિગમના અધિકારીએ સરસ માહિતી પૂરી પાડી. જે ગામડાંમાં નિગમના વણકારો નોંધાયેલા છે તે ગામડાંનાં નામ, દરેક ગામમાં કેટલી સાળો ચાલુ અને કેટલી બંધ છે તેની સંખ્યા તેમ જ ત્યાંના વણકારોનાં નામ તેમણે અમને આપ્યાં, એમની પાસે અમદાવાદ જિલ્લાના સાતે તાલુકાના નક્શાઓ પર આ ગામડાં અને ત્યાં જવાના રસ્તા બતાવેલા હતા. એ બધા નક્શાઓની અમને ઝેરોક્સ ઢાવી આપી. અમે તરત જ ત્રણ ગામડામાં જવાનું વિચાર્યું. ‘અત્યારે તો ખેતીની ઋતુ હોવાથી વણકારો રોકાયેલા હશે.” ‘છતાં તપાસ તો કરીએ.” અમે પહેલાં જે ગામડામાં ગયાં ત્યાં નિગમના એક બીજા અધિકારી અમારી સાથે આવેલા હતા. ત્યાંના વણકારો તો એ અધિકારીને ચા-પાણીનું પૂછવામાં જ પડી ગયા. કારણ કે એમને એ અધિકારી પાસેથી કામ અત્યાર સુધી મળતું હતું અને અમારી વાત થઈ જ ન શકી.” સદ્ભાગ્યે એ અધિકારી ત્યાર પછી એમને ઘેર ગયા અને અમૃતભાઈ અને હું બીજા ગામડામાં ગયાં. ત્યાં એક જ જણ વણાટ કરે છે. અમે એમને વાત કરી કે બહારથી મોંઘું સૂતર મેળવવાને બદલે આ લાક્ડી રેંટિયા ગામના લોકોને બતાવો તો તેઓ અહીં જ તમને મફ્ત સૂતર કાંતીને આપશે. અત્યારે મજૂરી મળે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy