SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ગ્રામનિર્માણની કેડી પકડો ઉજ્જવળ ભવિષ્ય આપોઆપ મળશે ઘણા મિત્રો કહે છે, “વાત તો ખૂબ નવાઈની છે કે ગામડામાં લોકો ત્યાંનાં જ સાધનોથી અનેકવિધ ઉદ્યોગો પૈસા વગર શરૂ કરી શકે અને એમનું જીવનધોરણ ઘણું ઊંચું આવી શકે. અને છતાં એ અશક્ય પણ નથી લાગતું.” આ વાત વધુ ને વધુ સ્પષ્ટ દેખાતી જાય છે. ગયા અઠવાડિયે ઉત્તર ગુજરાતના એક ગામડામાં ગઈ હતી. ત્યાં કાપડનો ઉદ્યોગ જરૂર શરૂ થઈ શકે એમ છે. મોટા ભાગનાં ગામડાંમાં સિત્તેરેક ટકા લોકો પાસે જમીન નથી અથવા નહીંવત્ છે. એ લોકોના વાસમાં ગઈ તો જેમ ઘણાં ગામડાંમાં જોયું હતું તેમ, તેમને હાથે બનાવેલાં રંગીન ભાતવાળાં કપડાં અને તે બનાવવા માટે લાકડી રેંટિયો બતાવ્યો તો તેમને એ વાત ગમી ગઈ અને એ માટે રેંટિયા પર સૂતર બનાવવાની તેમણે તૈયારી બતાવી. ઘરડાં વડીલોને તો તે ઘણું ગમ્યું. એની આગળ વ્યવસ્થા કરવા ગામના સૌથી મોટા જમીનધારક ખેતાભાઈને ત્યાં ગઈ. મારી સાથે ગામની બાજુમાં આવેલી એક શિક્ષણ સંસ્થાના એક શિક્ષક અને બારમા ધોરણમાં ભણતો એક વિદ્યાર્થી હતા. ખેતાભાઈને વાત કરી. “અહીં ગામમાં આવું કાપડ બની શકે. અહીં કોઈ આવું કાપડ બનાવે તો તમે લો?” સરસ છે. મારી બા આવું જ પહેરે છે. મારે ખમીસ માટે આ (બીજ) ચાલે.” “એના બદલામાં બાજરી અને ઘઉં આપો?” “મને જો અનાજના બદલામાં આવું કાપડ મળે તો બહુ સારું. મારો ઘણો ખર્ચ બચે.” ખેતાભાઈને પહેલાં એક નોકરી હતી એ હવે છૂટી ગઈ છે એટલે માત્ર ખેતીની આવક છે. મેં આગળ પૂછ્યું, “જે અહીં કાપડ બને તો પછી બીજા લોકો એ કાપડના બદલામાં આપવા બીજી વસ્તુઓ પણ બનાવી શકે, જેમ કે ઘર બાંધવાની વસ્તુઓ, રંગ વગેરે.” ખેતાભાઈ કહે, “એ તો ઘણો ફાયદો. હમણાં ઘરની મરામત કરાવી તો ઘણો ખચ થયો. આ બારણાં-થાંભલાને રંગવાના રંગો તો પુષ્કળ મોંધા છે.” મેં પૂછ્યું, “આવા રંગો વગેરે નવી વસ્તુઓ અહીં બનાવવી હોય તો એ માટે જે કાચો માલ જોઈએ તે ઉગાડો ? દાખલા તરીકે દાડમનું ઝાડ ઉગાડો તો દાડમ ખાવા માટે રહે અને એની છાલમાંથી કાપડ રંગવાનો સુંદર પીળો રંગ બને.” એ આંનદમાં આવી ગયા. “જોગાનુજોગ, હમણાં જ મેં દાડમનું ઝાડ વાવ્યું છે.” મારી સાથે આવેલા શિક્ષકને પૂછયું, “રામજીભાઈ, એ જલદી કેમ વધે તે બતાવો?” મેં પૂછ્યું કે “ગામમાં જમીન વગરના ખેતમજૂરોનાં ઘણાં કુટુંબો છે.” “હા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy