SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ આપવું. • યુવાનીમાં જૈન યુનિવર્સિટીઓ તરફ વળે એવું શિક્ષણ આપવું. બુદ્ધિને ધારદાર બનાવવાની બાંયધરી આપતી યુનિવર્સિટીઓ ગમે તેટલી વધતી જશે, પણ જ્યાં સુધી હૃદયને લાગણીશીલ, ભાવાત્મક બનાવતી યુનિવર્સિટીઓ નહિ ખૂલે ત્યાં સુધી આ દેશનો યુવાન ગુમરાહ (ધર્મવિમુખ) જ રહેશે. માટે વધુ ને વધુ એવી યુનિવર્સિટીઓ ખૂલે એવા પ્રયત્નો કરવા. • જૈન યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારને દરેક જૈનોએ પોતાના વ્યવસાયમાં પ્રથમ પસંદગી આપવી જોઈએ, ખૂબ સન્માન આપવું જોઈએ. વ્યાવહારિક શિક્ષણવાળાને જે પાગર મળે તેના કરતાં એમને વધારે પાગર આપવો જોઈએ તો જ યુવાનો ધર્માભિમુખ થશે અને બીજાને પણ ધર્માભિમુખ કરશે. (૨) માતા-પિતાનું વલણ : આજનાં માતા-પિતા ભૌતિક સુખની જ્વાળામાં એવાં લપેટાયેલાં છે કે તેમના ઊગતા કોમળ છોડનું જતન કરવાનો તેમને સમય જ નથી. તેઓ તો બાળકને જાતજાતનાં આનંદ-પ્રમોદનાં સાધનો આપીને પોતાની ફરજ નિભાવવાનો સંતોષ અનુભવે છે. આજની મોંઘવારીના યુગમાં આર્થિક ઉપાર્જનમાં બંને જણ જોડાય તોપણ બે છેડા ભેગા થતા નથી તેથી તેઓ ધર્માભિમુખ થઇ શકતાં નથી, તો બાળક કેવી રીતે ધર્માભિમુખ થાય ? માટે માતા-પિતાએ પ્રથમ શિક્ષિત બનવું જરૂરી છે. એક શિક્ષિત માતા સો શિક્ષક બરાબર ગણાય છે. માટે દરેક માતા-પિતાએ ધર્મનું જ્ઞાન મેળવવું જરૂરી છે. જૈનશાળાના જે મુદ્દાઓ છે તે દરેક મુદ્દા પ્રમાણે માતાએ પણ બાળકને ઘરે જ્ઞાન આપવું જોઈએ. જ • બાળક ગર્ભમાં આવે ત્યારથી જ ગર્ભસંસ્કાર નાખવા જોઈએ. હવે ગર્ભસંસ્કારના વર્ગો ચાલે છે. તેનાથી બાળકોમાં ખૂબ સારા સંસ્કાર પડે છે અને યુવાવસ્થામાં પણ ધર્માભિમુખ જ રહે છે. મેં પોતે મારી સુપુત્રી અને દોહિત્રીના વર્તનથી અનુભવ્યું છે. બાળક ગર્ભમાં હોય ત્યારે જ તમે એને જેજે સજેશનો આપો એ પ્રમાણે એ ગ્રહણ કરે છે જેમ કે તું સિદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, મહાવીરપ્રભુ જેવો કરુણાસાગર છે, ગાંધીજી જેવો સત્યપ્રય છે વગેરેવગેરે. સદ્ગુણોનાં - પાત્રસહિત સજેશનો આપવાં. અભિમન્યુનું દૃષ્ટાંત પ્રસિદ્ધ જ છે. જ ૯૮ C જ્ઞાનધારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy