SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ © © જ્ઞાનધારા 02796 છે. સાગરમાં ભળેલ બિંદુ પણ સાગર જ બની જાય છે. કવિ પ્રથમ પ્રભુના અંશને પોતામાં જુએ છે, પણ પછી પ્રભુ અને પોતાની વચ્ચે શુદ્ધ દષ્ટિએ નીરખતાં, સાધક કોઈ ભેદ જોતો નથી. - આ પ્રક્રિયાનો પ્રારંભ પ્રથમ તો પરમાત્માના ગુણસ્મરણ અને પોતાનાં દોષદર્શનથી થાય છે. આ પ્રક્રિયાને વિજયલક્ષ્મી સૂરિ સુમતિનાથ સ્તવનમાં સુંદર રીતે ગૂંથે છે : સુમતિ જિર્ણોસર ! પ્રભુ પરમાતમ તું પરમાતમા! તું શુદ્ધાતમ, સાહેબા ! વિનંતી અવધારો, મોહના! પ્રભુ પાર ઉતારો. ૧. તુમે જ્ઞાનાદિક ગુણના દરિયા, અનંત અક્ષય નિજભાવમાં ભરિયા ૨. સહેબા તમે શબ્દાદિક ગુણો નિઃસંગી, અડે પિણ તેહના સંગી. ૩. સહેલા તુમે ઉત્તમ ગુણઠાણે ચઢિયા, અમહે ક્રોધાદિ કષાયે નડિયા. ૪. સહેલા અમ મતિ ઇંદ્રિયવિષયે રાચી, તમે અનુભવરસમાં રહ્યા માચી. ૫. સહેબા, અમે મદમાતંગને વશ પડિયા, નવિ તુમે તો તલનાત્ર આભડિયા. ૬. સહેબા, તુમે જગશરણ વિનીત સુજાણ, તુમ જગ ગગનવિકાસના ભાણ. ૭. સહેલાઇ તુમે અકલંક અબીહ અકોહી, તુમે જડસંગ ન રાગી ન મોહી. ૮. સહેબા અતિન્દ્રિય સ્યાવાદ વાગીશ, સહજાનંત ગુણપજવ ઈશ. ૯. સહેબા, અલખ અગોચર જિન જગદિશ, અશરણ શરણ નાયક અનિશ. ૧૦. સહેબા, તે માટે તુમ ચરણે વિલગ્યો, એક પલક નહિ રહિશ્ય અલગ. ૧૧, સહેબા, સૌભાગ્યસમસૂરિ ગુણ વાઘ, જિન સેવે તે જન સાધ્યતા સાથે. ૧૨. સહેબા, કાવ્યના પ્રારંભે પ્રભુની પરમાત્મા’ કહીને સ્તુતિ કર્યા બાદ તરત જ શુદ્ધાત્મરૂપે પરમાત્માને ઓળખાવે છે. જેનો આત્મા રાગદ્વેષથી અલિપ્ત થયો છે એવા શુદ્ધાત્મસ્વરૂપ પરમાત્મા મારી વિનંતી સાંભળો, મને આ સંસારસમુદ્રથી પાર ઉતારો. એવી પ્રાર્થના કર્યા બાદ, કવિ પરમાત્માના આંતરિક ગુણોની સ્તવના કરે છે. આ ગુણોને પ્રભાવે પરમાત્મા શુદ્ધાત્મ છે અને સાધક સંસારમાં ભટકનાર અશુદ્ધાત્મા છે. Jain Education International For Personal & Private Use Only. www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy