SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ SSC C જ્ઞાનધારા 0200 (૪) ભાષા: ભાષા મનુષ્યને મળેલ અણમોલ વરદાન છે. વિચારોને વ્યક્ત કરવાનું એક ઉત્તમ સાધન છે. સામેની વ્યક્તિને એની ભાષામાં સમજાવીએ તો તે જલદી સમજી જાય છે. આ હેતુથી ઓછામાં ઓછી પાંચ ભાષા (અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, કોઈ પણ એક પ્રાદેશિક) પર તો કાબૂ હોવો જ જોઈએ. | (૫) વક્તા: ભાષાને વ્યક્ત કરવા માટે ઉત્તમ વક્તા હોવું જરૂરી છે. છટાદાર વક્તવ્ય કરી શકે એ માટેની તાલીમ આપવી. વક્નત્વ માટે અભિવ્યક્તિ, રણકતો અવાજ, આત્મવિશ્વાસ, વાણીમાં સત્યનિષ્ઠા, મૃદુતા, સરળતા અને મીઠાશ હોવાં જરૂરી. (૬) યોગક્ષેમ: ચાતુર્માસ, વિહાર, આદિની સમગ્ર જવાબદારી એક નેતૃત્વ હેઠળ હોય. એક સંપન્ન સંસ્થાની જ રહે છે જે એમની દરેક જરૂરિયાતો પૂર્ણ કરે. (૭) આવાસ: તેરાપંથ સંપ્રદાયે જેવી રીતે લાડવૂ વિશ્વવિદ્યાલયના કેમ્પસમાં સમણ-સમણીને રહેવા માટે, ટ્રેનિંગ માટે વ્યવસ્થા કરી છે, એવું સંકુલ હોવું જોઈએ કે જેથી ટ્રેનિંગ અને આવાસ કરી શકાય. (૮) કાર્ય: ધર્મપ્રચાર કરવો. ધર્મથી ડગતાને સ્થિર કરવા. જે ક્ષેત્રમાં સાધુ-સાધ્વી ન પહોંચી શકે ત્યાં ચાતુર્માસ-પર્યુષણ આરાધન, ઓળી આરાધન વગેરે કરાવવા માટે જવું. પોતાના જીવનને શાસનના ચરણે સમર્પિત કરવાની ભાવનાવાળા હોય, પોતાના અંગત સ્વાર્થ કે નામના, યશ, કીર્તિ-પ્રતિષ્ઠા પામવાની કામનાથી રહિત રહી જૈનશાસનની પ્રભાવના કરે. (૯) સંમેલનઃ છમાસિક કે વર્ષમાં એક વાર બધા જ ચતુર્વિધ સંઘનું સંમેલન ગોઠવવું કે જેથી અરસપરસ પોતપોતાના અભિપ્રાયો જાહેર કરી શકાય. નવા નવા વિચારો વિષેની આપ-લે થાય. ખામી-ખૂબીનું વિશ્લેષણ કરી એના પર યોગ્ય વિચારણા કરવી. આમ નવકારના નવપદની જેમ આ નવ મુદ્દા રજૂ કર્યા છે જેના પર વિચારણા કરીને ચતુર્વિધ સંઘને જોડતી કડીરૂપ વર્ગ મૂળભૂત સિદ્ધાંતોની રક્ષા કરીને સ્થપાય એ જરૂરી છે. આજે સુધર્મ-પ્રચાર મંડળ પર્યુષણ આરાધના માટે યુવક-યુવતીઓને તૈયાર કરે છે. એવી જ રીતે આ વર્ગ માટેના વિચાર વહેતા મૂકીએ તો જરૂર એ માટે • ૧૧૬ભ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy