SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - * * * * * * OCC જ્ઞાનધારા 0.00 જીવનશૈલીમાં પણ આમૂલ પરિવર્તન આવી ગયું છે. ભૌતિક્વાદના આ યુગમાં યંત્રવાદનું આકર્ષણ જનતાની શારીરિક-માનસિક શક્તિને પંગુ બનાવી રહ્યું છે ત્યારે આધ્યાત્મિકતા જોજનો દૂર થઈ ગઈ છે. આજનો યુવાન રૉકેટયુગમાં રિમોટ અને રિસોર્ટની ચુંગાલમાં ફસાઈને ધર્મવિમુખ બની ગયો છે. ભૌતિકત્વની ભૂતાવળ પાછળ દોડતી યુવા પેઢીનું આંતરિક સૌન્દર્ય મૃતઃપ્રાય બની ગયું છે. ધર્મક્ષેત્રનું વાતાવરણ પણ ડહોળાયેલું છે. આજની પેઢી એકતા ઝંખે છે. તેને ગચ્છ-વાડા-સંપ્રદાયનાં ગંધાતાં ખાબોચિયાં પસંદ નથી. માટે એકતાના પ્રયત્નો કરવા. આવા વિષમ વાતાવરણમાંથી ઉગારવા માટે ... •વિવિધ પ્રકારે શિબિરોના આયોજન કરવા જોઈએ. • આજનો યુવાન મોબાઈલ, વોટ્સઅપ, ફેસબુક વગેરે ગેઝેટો અને ટેકનૉલૉજીનો આદિ બની ગયો છે, ત્યારે એનાં ગેઝેટોમાં જ જૈન ધર્મોના સિદ્ધાન્તોનો પ્રસાર થાય એવી વ્યવસ્થા કરવાની જરૂર છે. જેમ કે, જ્યારે આઠમ-પાખી આવે ત્યારે મેસેજ આવે કે, Today Jainday, No Kandmul, No Vegetable day, Samayik day, Pratikraman day, qola 241941 izle મોકલવાથી એને અહિંસા ધર્મનું, આત્મધર્મનું જ્ઞાન થશે. વળી માનવી ટોળાશાહી પ્રાણી છે, માટે જૈન યુવાનોની મંડળી હોવી જોઈએ. જૈન સોસાયટી, જૈન કલ્ચરમાં ઉછેર થવો જોઈએ. જૈન એન્વાયરમેન્ટ એને ધર્મવિમુખ થતો અટકાવશે. . યુવાનો જ યુવાનોને ખેંચી શકશે, માટે ટેલેન્ટલાળા યુવાનોનો એકએક બેચ બનાવી તેમને પ્રથમ ધર્મનું પાયાનું જ્ઞાન આપવું. પછી ધીમેધીમે ઊંડાણવાળું જ્ઞાન આપવું અને તે જ્ઞાન બીજાઓને આપે એમ એક આખી ચેનલ બનાવવી જોઈએ, જેથી યુવાન ધર્માભિમુખ બનશે જ. વ્યાવહારિક તહેવારો પણ જૈન ગ્રુપમાં જૈન સિદ્ધાન્ત પ્રમાણે ઊજવવાનો પ્રબંધ કરવો જોઈએ. આજનો યુવાન મોબાઈલ, સેલવાળી ઘડિયાળ વગેરેથી સજ્જ હોય છે. માટે ક્યારેક એને સમય મળે ને ધર્મસ્થાનમાં જઈને ધાર્મિક અનુષ્ઠાનો, સામાયિક - ૧૦૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy