SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો ૧૫૩ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૪ પાષાણ પ્રતિમાઓ તથા ૯ ધાતુ પ્રતિમાઓ હતી. ૧ ધાતુની ગુરુમૂર્તિ સં. ૧૮૮૫ જેનો પણ ઉલ્લેખ છે. શેઠ કરમચંદ જેચંદે લગભગ ૧૯૩૦માં આ દેરાસર બંધાવ્યું હતું. વહીવટ અનોપચંદ ચૂનીલાલ કરતા હતા. મૂર્તિ પર લેખ ૧૮૯૩નો છે. દેરાસરની સ્થિતિ સારી હતી. જિનાલયનો સમય સં. ૧૯૪૨નો છે. ૩. શ્રી શાંતિનાથ ભગવાનનું ગૃહ ચૈત્ય (સં. ૧૯૩૦) શ્રીમાળી પોળ., ભરૂચ. ભરૂચમાં શ્રીમાળી પોળમાં શ્રી આદિનાથ ભગવાનના મોટા દેરાસરની પાછળ નાનું આ ઘરદેરાસર આવેલું છે. નાના જાળીવાળા મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશતાં નાના ફળિયામાં થઈને ઉપર જવાનો દાદર છે. રંગમંડપમાં પ્રવેશવા માટે જાળીવાળું ચાંદીનું દ્વાર છે. નાના રંગમંડપમાં બે નાના ગોખલા છે તથા બે મોટા અરીસાવાળાં કબાટ છે. કાચની બારી તથા જાળીવાળું આખું ગર્ભદ્વાર લાકડાનું છે જેની ઉપર ચૌદ સ્વપ્ન દોરેલા છે. નાના ગભારામાં એક જ શ્રી શાંતિનાથ ભગવાનની ૨૫" ની સફેદ આરસની પ્રતિમા છે જેનું પરિકર નવું બનાવેલું છે. તેની ઉપર “વિ. સં. ૨૦૫૮ કાર્તિક વદ છઠ ગુરુવારે શ્રી રાજયશસૂરીશ્વર”-એ મુજબનું લખાણ છે. પ્રતિમા પ્રાચીન છે. તેના ઉપર કોઈ લેખ નથી. વળી એક ગુરુમહારાજની આરસની બનાવેલી “સં. ૧૮૬૫”નો લેખ ધરાવતી પાદુકા છે. ભગવાનની પાછળની દિવાલમાં ડાબી તરફ ભગવાનના અભિષેકનું ચિત્ર તથા જમણી તરફ તેમના પૂર્વભવ મેઘરથ રાજા અને કબૂતરનો પ્રસંગ દોરેલો છે. દેરાસરની સ્થાપના આશરે ૨૦૦ વર્ષ પહેલાં થયેલી છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ માગશર સુદ ૧૫ના દિવસે શ્રી કેસરીચંદ મોતીલાલ ચુડગરના પુત્ર અમદાવાદ નિવાસી હસમુખભાઈ કેસરીચંદ ચુડગરના હસ્તક છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૧ પાષાણ પ્રતિમા તથા ૧ ધાતુ પ્રતિમા હતી. શેઠ જીવચંદ ચુડગરે લગભગ ૧૯૩૦માં આ દેરાસર બંધાવ્યું હતું. વહીવટ કેસરીચંદ મોતીલાલ ચુડગર કરતા હતા. દેરાસરની સ્થિતિ સારી હતી. આ જિનાલયનો સમય સં. ૧૯૩૦નો છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy