________________
(૨૨) ખુશાલમુનિ ૧લ્મા શતકનો પ્રારંભ
પ્રકાશિતઃ (૧) ભક્તિઝરણાં ભાગ-૨ સં. અભયસાગરજી પૃ. ૪૯થી ૬૩ (૨૩) કીર્તિવિમલ-૩ (ઋદ્ધિવિમલશિષ્ય) ૧૯મું શતક પૂર્વાર્ધ. પ્રકાશિતઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૭૧૬થી ૭૩૨.
(૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ સં. અભયસાગરજી પૃ. ૩૪૦થી ૩૬ ૧ (થોડા
પાઠાંતર અને એક નવા સ્તવન સાથે પ્રાચીન સ્તવનરત્નસંગ્રહ ભાગ-૨ (૨) દાનવિમલ ૧૯મું શતક પૂર્વાર્ધ.
પ્રકાશિતઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૭૩થી ૭૫૧. (૨૫) ભાણચંદ્રજી ભાણજી) સં. ૧૮૦૩થી ૧૮૩૭. પ્રકાશિત.
(૧) ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ
(૨) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૨૪થી ૪૮, (૨૬) પ્રમોદસાગરજી (સમય નિશ્ચિત કરી શકાતો નથી. પરંતુ મોટે ભાગે ૧૯મું શતક) પ્રકાશિત : (૧) ચોવીશી વીશી સંગ્રહ
(૨) ભક્તિરસઝરણાં ભાગ-૨ પૃ. ૧થી ૨૩.
(૩) ૧૧૫૧ સ્તવનમંજૂષા. (૨૭) સુજ્ઞાનસાગરજી સં. ૧૮૨૨માં હયાત અપ્રકાશિત પાંચ સ્તવન પ્રકાશિત જૈન ગૂર્જર
સાહિત્યરત્નો અને તેમની કાવ્યપ્રસાદી ભા. ૨ (૨૮) ચારિત્રકુશલ રચના સં. ૧૮૨૧ અપ્રકાશિત પાંચ સ્તવનો જૈન ગૂર્જર સાહિત્યરત્નો અને તેમની
કાવ્યપ્રસાદી – ૧માં પ્રકાશિત) (૨૯) મહેન્દ્રસૂરિ રચના સં. ૧૮૯૮ અપ્રકાશિત. પાંચ સ્તવનો જૈન ગૂર્જર સાહિત્યરત્નો અને તેમની
- કાવ્યપ્રસાદી ભાગ-રમાં પ્રકાશિત)
૧૯મા શતકમાં અઢારમા શતકની અપેક્ષાએ કાવ્યસર્જનનો પ્રવાહ મંદ થતો અનુભવાય છે. જૈનસંઘમાં ઉત્તરોત્તર વ્યાપ્ત થતી જતી વિછિન્નતા, અંગ્રેજ રાજ્ય વહીવટનો પ્રારંભ, મરાઠા-મોગલ યુદ્ધો આદિ બાહ્ય કારણો તેમજ પ્રબળ સર્જક પ્રતિભાનો અભાવ જેવા વિવિધ આંતર-બાહ્ય કારણોસર ૧૯મા શતકમાં ચોવીશીસર્જનનો પ્રવાહ મંદ થયાનું અનુમાન કરી શકાય છે.
આ શતકના પ્રારંભે ઉત્તમવિજયજીએ ચોવીશી રચી છે. આ ચોવીશી જ્ઞાનપ્રધાન સ્વરૂપની રચના છે. (આ ચોવીશીની સંપાદિત વાચના અને પરિચય માટે જુઓ પ્રકરણ-૭) તેમના શિષ્ય પદ્યવિજયજીએ બે ચોવીશીઓ રચી છે. તેમાંની એક ચોવીશીમાં તીર્થકરોના પાંચ કલ્યાણકોની વિગતો ગૂંથી છે, તેમજ બીજી ચોવીશીમાં અનેક આધ્યાત્મિક વિષયો આલેખવામાં આવ્યા છે. વિસ્તૃત પરિચય માટે જુઓ પ્રકરણ-૫) આ જ સમયે તેમના ગુરુબંધુ રત્નવિજયજીએ સં. ૧૭૨૪માં ચોવીશી (ભક્તિરસઝરણાં ભાગ-૨
- ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા ૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org