________________
સુંદર કાવ્ય બન્યું છે. શ્રી કુંથુનાથ ભગવાનની પત્નીઓ વિરહની સ્થિતિને વર્ણવતાં કહે છે;
ચંદ વિના કહી ચાંદ્રાણી સુણો કંથજી,
છાયા વિના કેહો ઝાડ કુંથુ ગુણવંતજી. એ જ રીતે પોતાના અખંડિત પ્રેમને વર્ણવતાં કહે છે:
નયણે બાંધ્યો નેહલો સુણો કતજી,
વયણે કીધો વિલાસ કુંથુ ગુણવંતજી ત્યાં લગઈ નેહ નવિ સરઈ સુણો કેતજી જ્યાં લગઈ ઘટમઈ સાસ કુંથુ ગુણવંતજી
(૧૭, ૬) આવી મનોહર ભાવપૂર્ણ ઉક્તિઓને કારણે સમગ્ર સ્તવન એક સુંદર વિરહવ્યથાનું કાવ્ય બન્યું છે.
આ જ રીતે રાજુલની વિરહોક્તિ પણ નેમનાથ સ્તવનની ધ્રુવપંક્તિ દ્વારા જ વેધક રીતે પ્રગટે છે. કવિએ દેશી અને ધ્રુવપંક્તિ એક જ પ્રયોજ્યા છે. ઘરિ આવોજી આંબો મોરીઉં' એ પંક્તિનું પુનઃ પુનઃ થતું આવર્તન પ્રારંભે પ્રિયતમ મળ્યાના આનંદને સચોટ રીતે વર્ણવે છે,
ઘરે આવો નેમજી નાહલો, ઘરે આવો યાદવના નાથ ઘરિ આવોજી આંબો મોરિઉં
(૨૨, ૫) . તો નેમિનાથ પતિરૂપે મળ્યા એ ઘટનાના અહોભાગ્યને વર્ણવતાં કહે છે :
મેં તો પરમેસર પૂજ્યો પ્રભુ, માહરઈ જાગ્યો પુન્ય પ્રકાર ઘરિ૦ હાંજી આસ કરતાં જેહની, મુઝ મલિઉ ભરતાર ઘરિ.
(૨૨, ૪) કવિએ કેટલેક સ્થળે લોકપ્રસિદ્ધ કહેવતોને સુંદર રીતે ગૂંથી છે. રાજુલ નેમિનાથને પણ ગિરનાર ન જવા વિનવે છે, તેમાં પણ ડુંગર દૂરથી રળિયામણા જેવી કહેવત (અથવા તેનું પૂર્વરૂ૫) ગૂંથાઈને આવે છે.
ડુંગરિઈ રહવું ન કીજી, જિહાં કાઠો જંગલવાસ ડુંગરિયા દૂરથી ભલા, પાસઈ પુહંતા ન લાગઈ ખાસ
(૨૨, ૯). શ્રી પાર્શ્વનાથ સ્તવનમાં ઉલ્લાસપૂર્વક પૂજા કરતી સ્ત્રીઓનું આલેખન પણ એક સુંદર સ્વભાવોક્તિમય ચિત્ર તરીકે ઉલ્લેખનીય છે.
જાઈ જૂઈ મચકંદ મોગરો, જાદા જાણું ચંપકવેલી રે પાસજી પૂજણ આતુર રામા, પૂજઈ એક એક નિઠેલી રે. મા. ૨ સુંદર તોડર પ્રભુ કંઠ ઠવંતી, કેઈ ઠવઈ ફૂલમાલી રે. નવરંગી અંગી પ્રભુ સોહઈ, જિન મૂરતિ જોવા ચાલી રે મા. ૩
(૨૩, ૨-૩) મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ને ૩૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org