SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ તૈયારી : [] પહોંચી ગયાં હતાં. આ પ્રસંગે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા. સાંજના પાંચેક વાગતાં આસપાસ મહારાજશ્રીના દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. આ પછી, આ પ્રતિષ્ઠા મહોત્સવ, ચતુર્વિધ શ્રીસંઘની ધારણા મુજબ, પૂરા ઉલ્લાસથી ઊજવાય એ માટે પેઢીના ટ્રસ્ટીઓએ આ પ્રસંગ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ઊજવવાનું નક્કી કર્યું અને એ પ્રમાણે તેઓશ્રીને વિનંતી કરી. તેઓશ્રીની નિશ્રામાં અન્ય પાંચ સ્થાનમાં પ્રતિષ્ઠા કરાવવાનું તથા ૩ બહેનોને દીક્ષા આપવાનું, ઘણું વખત પહેલાં, નક્કી થયું હોવા છતાં, આ મહાન કાર્યને સમસ્ત શ્રીસંધનું કાર્ય માનીને એમણે આ વિનંતિને સ્વીકાર કર્યો, અને અન્ય પ્રતિષ્ઠાઓ માટે ત્યાંના સંઘોને સંતોષ થાય એવી ગોઠવણ કરી આપી. આ વિનંતિને સ્વીકાર કર્યા પછી તેઓએ વિ. સં. ૨૦૩રના પિષ સુદ ૧૩, ગુરુવાર, તા. ૧૫-૧-૧૯૭૬ના રોજ પાલીતાણા તરફ મંગલ પ્રયાણ કર્યું. ': પેઢીની વિનતિથી પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજે પણ પાલીતાણા પહોંચવાનું નક્કી કર્યું હતું. જોકે એમને પણ દીક્ષા નિમિત્તે બીજે શેકાઈ જવું પડે એવી પરિસ્થિતિ હતી, પણ શ્રીસંઘના આ કાર્યને મહાન લાભનું કારણ માનીને એમણે પણ પોતાના નક્કી થયેલા કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. એટલે તેઓ પણ વિહારમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય કસ્તુરસૂરીશ્વરજી મહારાજ સાથે અમદાવાદથી જ જોડાયા હતા. * આ ઉપરાંત, પેઢીની વિનતિથી, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયમંગલપ્રભસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકેસરીસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રભાવચંદસૂરીશ્વરજી મહારાજ, વિમલ ગચ્છના પરમ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી હિંમતવિમલજી ગણિવરના શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી શાંતિવિમલસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પરમ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી બલવંતવિજયજી ગણિ, ખરતરગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી જિનહરિસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય અનુગાચાર્ય શ્રી કાંતિસાગરજી મહારાજ તથા પાર્ધચંદ્રગછના પરમ પૂજ્ય મુનિરાજ શ્રી વિદ્યાચંદ્રજી મહારાજ વગેરે આ મહોત્સવમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005597
Book TitleShatrunjay uper thayel Pratishthano Ahewal
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy