________________
પ્રતિષ્ઠા-મોત્સવની પૂર્વભૂમિકા
[૨૧] પૂ. વિજયસૂરીશ્વરજી મહારાજને અભિપ્રાય આ પ્રતિમાઓનું ઉત્થાપન કરવાની જરૂર સ્વીકાર્યા પછી તેઓએ આ અંગે પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજને અભિપ્રાય તથા એમની આજ્ઞા મેળવ્યાં હતાં. આ બાબતમાં પેઢી તરફથી, તા. ૧૫-૭-૧૯૬૩ ના રેજ, તેઓશ્રીને પત્ર લખવામાં આવ્યો હતો અને એમાં, પ્રતિમાઓના ઉત્થાપન અને એમને બીજે સ્થાને પધરાવવાની વાતને નિર્દેશ કરીને, જણાવવામાં આવ્યું હતું કે “તેને માટે આપના અભિપ્રાય, સલાહ-સૂચન અને આજ્ઞાની જરૂર છે, તે તે માટેની સલાહ-સૂચના તથા આજ્ઞા આપવા વિનંતિ છે.”
પેઢીની આ વિનતિ, વિ. સં. ૨૦૧હ્ના શ્રાવણ વદિ ૫, તા. ૯-૮-૧૯૩ના રોજ, જવાબ આપતાં પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે
“અમારા ક્ષપશમ પ્રમાણે જણાય છે કે, આપણું પરમ આરાધ્ય અને પરમ આલંબનભૂત શ્રી જિનેશ્વર ભગવંતનાં બિંબે આશાતના થાય એવી રીતે અને અવ્યવસ્થિતપણે ગોઠવાયાં હોય તેને સુવ્યવસ્થિતપણે ગોઠવાય અને આશાતના દૂર થાય, દહેરાસરજીના કણપીઠ-માંડવરના ભાગે જે દબાઈ ગયા હોય તે ખુલ્લા કરાય, અને શાસ્ત્રદષ્ટિપૂર્વકનું શિલ્પ-સ્થાપત્ય બરાબર સચવાય તેમાં કઈ જાતનો બાધ હોય એમ અમેને જણાતું નથી. માત્ર પ્રતિમાજી પધરાવનાર શ્રાવકોનું લીસ્ટ કાઢી તેઓને સમજાવટપૂર્વક સ તેષ કરાય તે ઈચ્છનીય છે.”
- પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજનું શિલ્પશાસ્ત્રનું તથા જિનમંદિર અને જિનબિંબોના પ્રતિષ્ઠાપન તથા ઉત્થાપન અંગેનું જ્ઞાન ખૂબ ઊંડ, સ્પષ્ટ અને પ્રમાણભૂત હતું, તેથી એમની આ બાબતની સલાહ-સૂચના અને આજ્ઞાને સૌકોઈ ખૂબ આદરપૂર્વક માન્ય રાખતા. એટલે ગિરિરાજ ઉપરની પ્રતિમાજીઓના ઉત્થાપન અંગે તેઓશ્રી તરફથી આવો સ્પષ્ટ અભિપ્રાય અને આદેશ મળ્યા પછી એ બાબતમાં પેઢીના સંચાલકોને ચિંતા કરવા જેવું કંઈ રહેતું ન હતું અને એમને આગળનો માર્ગ સરળ થઈ ગયો હતો.
આમ છતાં, ક્યાં ક્યાં પ્રતિમાજીઓનું ઉત્થાપન કરવું અને ઉત્થાપન કર્યા પછી એમને ક્યાં પધરાવવાં, ઉસ્થાપનનો વિધિ ક્યારે કરવો વગેરે વિગતે નક્કી કરવામાં પેઢીએ આશરે એક વર્ષ જેટલો સમય લીધે હતે; કારણ કે, આવી મહત્ત્વની બાબતમાં કઈ જાતની ઉતાવળ ન કરતાં, આ કામ એ પૂરી શાંતિથી અને સમજપૂર્વક કરવા ઈચ્છતી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org