SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદનપાંચમું ( ૮ ). ગોડા, ગધેયાં, વિઝાના કીડા, છાણના કીડા, ધનેડા, કુંથુઆ, મામણમુંડા વિગેરે વિગેરે. ચેથે પ્રકાર ચતુરિંદ્રિય છે.–વીંછી, બગાઈ,ભમરા, ભમરી, તીડ, દરેક જાતની માખીઓ, ડાંસ, મચ્છ૨, કંસારી ખડમાકડી, કરોળી આ પતંગ વિગેરે ને શરી૨ જીભ નાક અને આંખ એ ચાર ઇંદ્રિય હોવાથી ચઉરિન્દ્રિય કહેવાય છે તેઓ માંસ્પર્શ પારખવાની, ખાવાની, સુંઘવાની-વાસ જાણવાની, અને જેવાની એ ચાર શકિતઓ છે. એક વિદ્વાન જણાવે છે કે સૂમ. દશકથી ડાંસને બત્રીશ દાંત દેખાય છે. સૂક્ષ્મદર્શક યંત્રથી માખી ની આંખ, ચાંચડના જડબાં, માછલીને દાંત, બ્લે માખીની જીભ અને કરોળીયાને ઝેરી દાંત, ગોકળગાય અને હેલને દાંત પણ દેખાય છે. આ સર્વ ને માત્ર કાન હોતા નથી. એટલે કે ૧ ભમરા-ભમરીની જાતમાં ઈડા, કીટક, ગુટી અને ભ્રમર એમ ચાર પરાવર્તનથી તૈયાર થાય છે. તેની સ્ત્રી ઇંડા મુકી (એવી જાતને શરીરને મેલ-રસ કાઢી) તુરત મૃત્યુ પામે છે. સરજન લેલકન પાળેલો ભમરો તેની સાથે હળી ગયો હતો, જે શરીર પર હાથ ફેરવવા દેતો હતો, અને ખાવાનું લેતાં ડરતો ન હતો. - ૨ માખી-માટે મી. એડામસે નિરૂપ્યું છે કે તેની આંખમાં પતંગની આંખ જેવા ૧૪૦૦ કાચ જેવાય છે. મધમાખીએ પોતાના મધપુડામાં આવેલી ગોકળગાયને એક જાતના કુલને રસ ચોપડી મારી નાખે છે, આ અગમચેતી તેને માટે આશ્ચર્યકારક છે. આ જાતિમાં રાણી અને ગુલામણુના ભેદ છે, મધમાખીઓ પ્રાણાતે પણ દેહના રોમ તોડી ઇંડાને રક્ષે છે. ૩ કરોળીઆને આઠ આખે છે, તે સ્થિર છે. ૪ પતંગ-પતંગની નજર તીવ્ર હોય છે. તેને એકેક બાજી કાચના દેખાવવાળી ઘણી આંખે છે. નિકૃષ્ટ જાતિના પતંગ કીડા વિગેરે દરેક જીવો સહજ જ્ઞાનરૂપી સંસ્કારથી બચ્ચાનું પાલન વિગેરે કરે છે. કેટલાક જીવો એવા સ્વભાવવાળા છે કે તેઓને અડતાં મરેલાની જેમ લુચ્ચાઈ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy