SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ અને ખરેખર ત્યાં તેનો પુત્ર રાહ જોતો હતો. પ્રથમ શિષ્ય હતો - તેણે ઘટ ફૂટ્યો માટે ડોશીનો પુત્ર પણ ફૂટ્યો. માટે દીક૨ો મરી જશે. એમ ભાવી ભાખ્યું બીજો શિષ્ય હતો તેણે ઘડો ફૂટયો. ધરતીમાં મળી ગયો. ઘડો ધરતીનો છોકરો અને તે ધરતીમાં મળી ગયો. માટે ડોશીને દીકરો મળી જશે એમ ભવિષ્ય ભાંખ્યું. કાર્મિકી - કામ કરતા કરતા બુદ્ધિ ઉપજે. એક કાપડિયો વેપાર કરતા કપડું કેટલા મીટર છે ? ખ્યાલ આવી જાય. બેનો - ત્રણ ઘડા માથે છતાં લહેર કરતી તાળી પાડતી ચાલે. દરજીને તમને કેટલું કપડું જોઇશે ?... ખ્યાલ આવી જાય. રાજાભોજ - ગાંગુ તેલી સાતમા મજલેથી તેલની ધાર કરે તો પણ લોટાની મધ્યમાં પડે. ઉપરથી સોય ફેંકે નીચે દોરો લઇને ઉભો હોય તો પણ પરોવાઇ જાય. કુશળ ચિત્રકાર વ્યક્તિને માત્ર જોઇને જ સીધે સીધુ તેનું આબેહૂબ ચિત્ર દોરી શકે. પારિણામીકી - એકવાર રાજાના રાજમાં યુવાનીઓ વધી ગયા. બધા જુવાનીઆઓએ નક્કી કર્યુ કે ક્યાંય હવે ડોસા તો ન જ જોઇએ. એકવાર બધા જુવાનીયા ફરવા જાય છે. રસ્તામાં તરસ્યા થયા. પાણી મળતું નથી. શું કરવું ? હવે એક પિતૃભક્ત છોક૨ો છુપાવીને બાપાને લઇ આવેલો. ખુલટામાં બાપાને લઇ ગયેલો. તેણે ડોસાને પૂછ્યું પાણી ક્યાંથી મળશે ? ડોસાએ કહ્યું - આ ગધેડો છે. એ જ્યાં જશે. ત્યાં પાછળ જવું. ત્યાંથી પાણી મળી જશે. એકવાર વરરાજાની જાન જતી હતી. જાનમાં બધા જુવાનીયા હતા. કોઇ ઘરડાને લીધા ન હતા. હવે સામાપક્ષનાએ શરત મૂકી કે પહેલા આ અમારા ગામના તળાવને ઘીથી ભરી નાંખો. પછી જ સામૈયું કરીએ. બધા જુવાનીયા મૂંઝવણમાં મૂકાઇ ગયા. એટલામાં પેલાપિતૃભક્ત યુવાન જે તેના પિતાને છુપાવીને લાવ્યો હતો તેમણે આ મૂંઝવણને દૂર કરી. ડોસાએ કહેડાવ્યું કે પહેલા તળાવનું પાણી ખાલી કરો. પછી ઘી થી ભરી દઇએ. આ કોઠા સૂઝ કહેવાય. આ અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનના ચાર ભેદ છે. મુનિ વાચક છે. શ્રાવક સાંભળે આ બેની જોડીથી શ્રુત ટકે. ૧૭૫ શ્રુતજ્ઞાન ૮૪ આગમો છે. પણ હાલ ૪૫ જ મળે છે. અંગબાહ્ય.. અંગપ્રવિષ્ટ ... વિગેરે તેના ૧૪ ભેદો છે. ઉત્તરાધ્યયન સૂત્રનો એક એક ઉદારતાની ધૂરા-આમમ Jain Education International - For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy