SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ (અઢારમો સર્ગ) હવે સર્વજ્ઞ નેમિનાથે પાંડવોને પ્રતિબોધ આપવા માટે પાંચસો મુનિયુત ધર્મઘોષ મહામુનિને મોકલ્યા. પછી નેમિનિના આદેશથી ક્ષીરસાગર જેવી મધુરી દેશનાના દાતા ધર્મઘોષ મુનિ પામ્યું મથુરાના ઉદ્યાનમાં આવ્યા. ઉદ્યાનપાલક તે મુનિનું આગમન જાણીને યુધિષ્ઠિરને વધામણી આપવા માટે શીઘ આવ્યો. તે ઉદ્યાનપાલકની વધામણી સાંભળીને પરિવાર સાથે યુધિષ્ઠિર વંદન માટે નગરની બહાર નીકળ્યા. વનમાં જઈ યુધિષ્ઠિર, પાંચસો મુનિઓથી પરિવરેલા (સુવર્ણ સિંહાસન પર બેઠેલા) તપનો જ એક આશ્રમ જેવા વિદ્યાના પાનને પામેલા, સુવર્ણ સિંહાસન પર બેઠેલા મહામુનિ શ્રી ધર્મઘોષને દેવની, અસુરની, મનુષ્યની પર્ષદામાં ધર્મદેશના આપતા જોઈને જરાકુમારની સાથે નમીને અને સ્તુતિ કરીને યુધિષ્ઠિર આગળ બેઠા. પછી ધર્મઘોષ મુનિએ અમૃત ઝરતી આદરપૂર્વક વૈરાગ્ય ઉત્પન્ન કરનારી ધર્મદેશના આપવી શરૂ કરી. જેમ કે નેહરાગમાં અનુરક્ત એવા પણ જે જીવોને સવારે જ્યાં જોયા હતા તેઓ પણ સાંજે ત્યાં નથી દેખાતા તેવા સંસારના વિચિત્રરૂપ ચરિત્રને ધિક્કાર હો. ઊંઘો નહિ, જાગો, ભાગો, કેમ આરામ કરો છો ! ત્રણ જણા પાછળ પડ્યા છે. રોગ, જરા અને મૃત્યુ. ભોગમાં રોગનો ભય, સુખમાં ક્ષયનો ભય, ધનમાં અગ્નિનો અને રાજાનો ભય, દાસપણામાં સ્વામિ (માલિક)નો ભય, વિજયમાં શત્રુનો ભય, વંશમાં કુમાર(સ્ત્રી)નો ભય, સ્નેહમાં વૈરનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy