SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ મનમાં આવે તેટલો નકરો આપીને આવાં સ્થાનનો ઉપયોગ કરવો એ પણ આત્મનાશનો જ માર્ગ છે. દેવદ્રવ્ય પ્રાચીન મંદિરોના જિર્ણોદ્ધાર, નૂતન મંદિરોનાં નિર્માણ આદિ શાસ્ત્રવિહિત કાર્યમાં જ વાપરી શકાય છે. એમાંથી ઉપાશ્રય નિર્માણાદિ કરવાં એ જરાપણ યોગ્ય નથી. પ્રશ્ન-૩૩ – સાધુ-સાધ્વી વૈયાવચ્ચના પૈસા મહાત્માની વ્હીલચેર માટે ફાળવી શકાય ? ઉત્તર-૩૩ – વ્હીલ ચેર વાપરવી સાધુ-સાધ્વીના સંયમ માટે અત્યંત ઘાતક બાબત છે. માટે એને ઉત્તેજન આપવું જરા પણ યોગ્ય નથી. હીલ ચેર વાપરવાનાં ગંભીર નુકસાનો અંગે “વ્હીલ ચેરની વીસ વ્યથાઓ” નામનો લેખ પૂ.આ.શ્રી. અશોકસાગરસૂરિજી મહારાજે પ્રકાશિત કરેલો છે. એ જ રીતે વિ.સં. ૨૦૪૪ના કુંભોજગિરિ તીર્થમાં પૂ.આ.શ્રી. ભુવનભાનુસૂરિજી મહારાજ અને તેમના સમુદાયના વડીલ સાધુ ભગવંતોની નિશ્રામાં તેમની આજ્ઞાથી એક મહાત્માએ વ્હીલ ચેર વાપરવાનાં કારમાં નુકસાનો અંગે દર્દભર્યા શબ્દોમાં પ્રકાશ પાથર્યો હતો. તે પ્રવચન ‘દિવ્યદર્શન' સાપ્તાહિકમાં પણ અક્ષરશ: મુદ્રિત થયેલ છે. સંયમપ્રેમી વયપર્યાયવૃદ્ધ પૂ.આ.શ્રી વિજય રામસૂરિજી મહારાજે (ડહેલાવાળા) પણ વ્હીલચેરના ઉપયોગ પ્રત્યે સખત નારાજી અને અસહમતી વારંવાર દર્શાવી હતી. પ્રશ્ન-૩૪ - ઈન્દ્રમાળા વગેરેની બોલીઓ યતિઓના સમયમાં શરૂ થઈ છે. એમ કેટલાકો જણાવે છે એ વાત શું સાચી છે ? ઉત્તર-૩૪ – ઈન્દ્રમાળા વગેરેની બોલીઓ - ઉછામણીની પ્રથા ઘણી પ્રાચીન છે. ઘણા શાસ્ત્રોમાં એ અંગેના ઉલ્લેખો જોવા મળે છે. ઐતિહાસિક પ્રબંધો, ચરિત્રો અને પટ્ટાવલીઓમાં પણ અનેક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. કલિકાલ સર્વજ્ઞ પૂ. શ્રી. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં મહારાજા કુમારપાળના સંઘ પ્રસંગે શત્રુંજય-૧, ગિરનાર-૨ અને પ્રભાસપાટણ-૩ ખાતે ઉછામણી દ્વારા ત્રણ વાર સંઘમાળા ગૃહીત કરીને પહેરવાપહેરાવવાની ક્રિયા થઈ હતી. એટલે એ સમયમાં (વિક્રમનો બારમો-તેરમો ૭૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy