SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ દેરાસર આદિ ધર્મસ્થાનોની વ્યવસ્થા, સારસંભાળ અને વહીવટ કરનારને ‘વૈયાવચ્ચ’નો લાભ મળે છે જે વૈયાવચ્ચનો ૧૨ પ્રકારના તપમાં સમાવેશ કરેલ છે - વૈયાવચ્ચ તપ કર્યાનો લાભ મળે છે. ♦ દ્રવ્યસપ્તતિકામાં કહ્યું છે કે, “જે હેતુથી (જે ઉદ્દેશથી) જે દ્રવ્ય આવ્યું હોય, તે દ્રવ્યને તે જ ઉદ્દેશથી - તે જ કાર્યમાં વાપરવું જોઈએ. આ એક ઉત્સર્ગ માર્ગ (રાજમાર્ગ) છે.” આમાં ગ્રંથકારે અપવાદ નિયમ પણ બતાવ્યાં છે. અપવાદનો સમય હોય તો જ અપવાદનો ઉપયોગ થઈ શકે છે. ગીતાર્થ ગુરુભગવંત અપવાદના જાણકાર હોય છે. તેથી અપવાદ નિયમનો ઉપયોગ કરતા પૂર્વે ગીતાર્થ ગુરુ ભગવંતની આજ્ઞા પ્રાપ્ત કરવી અનિવાર્ય છે. અપવાદનો સમય ન હોય, છતાં જો અપવાદનું આચરણ કરવામાં આવે તો તે આચરણ અપવાદનું આચરણ નથી રહેતું. પરંતુ ઉમ્માર્ગ રૂપ બની જાય છે. જે મોટા દોષનું કારણ બને છે. • દેરાસરની છતના નાળીયાથી આવેલ પાણીનો શ્રાવકે પોતાના કે બીજાના કાર્યમાં ઉપયોગ ન કરવો. કેમ કે દેવને ચડેલા ભોગદ્રવ્યની જેમ આવા દ્રવ્યોનો ઉપભોગ પણ દોષદાયી છે. 39 દેવદ્રવ્યનાં વાજાં (વાજિંત્રો) વગેરે ઉપકરણો, ગુરુમહારાજ કે સંઘની સામે (સામૈયામાં) ન વગાડવાં, ન વા૫૨વાં. મોટા કા૨ણે વગાડવાં-વાપરવાં જ પડે તો વધારે નકરો આપીને જ વગાડવાં-વાપરવાં. • દેવદ્રવ્યનાં ઉપકરણો નકરો આપ્યા વિના પોતાના કાર્યમાં વાપરવાવાળો દુઃખી બને છે. • જ્ઞાનદ્રવ્યના કાગળો, કલમ વગેરે ઉપકરણો સાધુ-સાધ્વીજી ભગવંતોને જ્ઞાનાર્થે ખપી શકે. શ્રાવક તેમનો ઉપયોગ ન કરી શકે. જ્ઞાનદ્રવ્યનાં લાવેલાં-છપાવેલાં ધાર્મિક પુસ્તકો પણ સુયોગ્ય નકરો આપ્યા વિના શ્રાવક વાંચી ન શકે. જ્ઞાનદ્રવ્યમાંથી બનાવેલા, જીર્ણોદ્ધાર કરેલા, ખરીદેલા મકાન, કબાટ, ટેબલ, કાગળ, તાડપત્ર વગેરે સામગ્રી માત્ર પાંચ મહાવ્રતને ધરનાર સાધુ-સાધ્વીજી ભગવંતોને જ્ઞાનાભ્યાસ માટે અર્પણ કરી શકાય. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy