SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા શ્રીસંઘમાં આગમાદિ ધર્મશાસ્ત્રોના સંગ્રહરૂપ જ્ઞાનભંડાર ન હોય તો વહેલી તકે ગીતાર્થ ગુરુનું માર્ગદર્શન લઈ તે બનાવવો જરૂરી છે. સમ્યગ્દર્શનને વિશુદ્ધ કરનાર જિનમંદિર વિના જેમ ક્યારેય ન ચાલે તેમ સમ્યજ્ઞાનને આપનાર જ્ઞાનભંડાર વગર પણ ન જ ચાલે. - શ્રીસંઘના જ્ઞાનભંડારની દરરોજ સાર-સંભાળ કરવી જોઈએ. - દ્વાદશાંગીને અનુસરતા અપ્રાપ્ય ગ્રંથોનું લેખન-પુનર્મુદ્રણ કરાવવું જોઈએ. - હસ્તલિખિત તરીકે સચવાયેલા ગ્રંથો આગામી પેઢીને ઉપલબ્ધ થાય તે માટે તેના લેખન-મુદ્રણ-સંરક્ષણના પ્રયત્નો કરવા-કરાવવા જોઈએ. - સંઘના દરેક સદસ્યને એની ભૂમિકા મુજબનું સમ્યજ્ઞાન ભણવાની પ્રેરણા કરવી જોઈએ. - સંઘના નાના-મોટા દરેક સભ્યોને ભણવા માટે ધાર્મિક શિક્ષણની વ્યવસ્થારૂપ પાઠશાળાઓની વ્યવસ્થા કરવી જોઈએ. - જ્ઞાનપંચમી આવે એ દિવસોમાં ફરી જ્ઞાનભંડારની સાફસફાઈ, સાર-સંભાળ, શુદ્ધિ-વૃદ્ધિ વિશેષ રીતે અને સ્વયં કરવી જોઈએ. - ધાર્મિક અભ્યાસમાં આગળ વધતા સંઘના સભ્યોનું ભક્તિભાવપૂર્વક બહુમાન કરીને અનુમોદનાનો લાભ લેવો જોઈએ. - ગીતાર્થ ગુરુ ભગવંતોના સાનિધ્યમાં જ્ઞાનપ્રાપ્તિ-વૃદ્ધિના શાસ્ત્રસાપેક્ષ આયોજનો કરીને ચતુર્વિધ શ્રીસંઘને સમ્યજ્ઞાનના સુંદર આલંબનો આપવાં જોઈએ.
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy