SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧૨ અટકાવવા જેવી એક આશાતના પ્રતિમા આત્મારૂપ, પ્રાસાદ દેહરૂપ, આમલસાર ગ્રીવા-ડોકરૂપ, કળશ મસ્તકરૂપ અને ધજા કેશરૂપ સોમપુરા અમૃતલાલ મૂળશંકર ત્રિવેદી, પાલિતાણા છેલ્લાં થોડાક સમયથી મંદિર નિર્માણના વિષયમાં આશાતનાનો એક નવો જ પ્રકાર ઉમેરાયો છે અને દિવસે-દિવસે એ રૂઢ-દ્રઢ બનતો જાય છે. આ આશાતના મંદિરના શિખર પર ધજા ચડાવવી ફાવે એ માટે કઠેડો અને જાળી કરવાના રૂપમાં ફેલાતી જાય છે. આ સગવડનો ઉપયોગ વર્ષે એક જ વાર કરવાનો હોય છે. આ તો જાણે ઠીક, પણ શાસ્ત્રીયતાનો ભોગ લેવા પૂર્વક અને બારે મહિના સુધી મંદિર-શિખરની શોભાને - કદરૂપી બનાવીને આ સગવડતા અપનાવવાની જે ગતાનુ-ગતિકતા વિસ્તરી રહી છે આ ખૂબ જ ખેદજનક છે. આપણે પ્રતિમાજીને તો પૂજ્ય - પવિત્ર માનીએ છીએ જ, પણ સંપૂર્ણ મંદિર પણ પવિત્ર અને પૂજ્ય છે માટે જ મંદિર - શિખર - કળશના અભિષેક કરવાનું વિધાન છે. મંદિરની આ પવિત્રતા સમજાઈ નથી માટે જ શિખર પર લોઢાની કે અન્ય ધાતુની જાળી-કઠોડા આદિ ઠોકી બેસાડી મંદિરની શોભા ખતમ કરવાનું કાર્ય આજે વિસ્તરી રહ્યું છે. ગતાનુગતિક રીતે અપનાવાતી આ આશાતના સામે લાલબત્તી ધરતો આ લેખ સૌ કોઈએ અને વિશેષ કરીને ટ્રસ્ટીઓએ વાંચવાવિચારવા વિનંતી છે. - સંપાદક ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૫૫ :
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy