SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રોમાં જરૂર મુજબ વ્યય કરી શકાય છે. પરંતુ કોઈ શ્રાવક જાતે જ તેમાંથી ગ્રહણ કરી શકતો નથી. સંઘ આપે તો તે લઈ શકાય છે. પ્રભાવના અને સંઘ જમણ જેવાં કાર્યોમાં આ દ્રવ્ય ખર્ચ કરી શકાય નહિ. કેમ કે સાધારણ ખાતુ ઘણી મુશ્કેલીથી ઊભુ થતું હોય છે. સાધારણ ખાતાની આવક નીચે જણાવ્યાં મુજબ થઈ શકે છે. - સંઘની ઓફિસનું ઉદ્ઘાટન કરવાનો લાભ - નગરશેઠ બનવાનો લાભ - સંઘના મહેતાજી બનવાનો લાભ - સ્વામિવાત્સલ્ય કરાવવાનો લાભ (સ્વામિવાત્સલ્યમાં વધેલી રકમ) - શ્રીસંઘની મહોત્સવ આમંત્રણ પત્રિકામાં જયજિનેન્દ્રપ્રણામ લિખિત લખવાનો લાભ - મહોત્સવના આધાર સ્તંભ, સહયોગી વગેરેનો લાભ - ઉપાશ્રય ઉદ્ઘાટનની બોલી - સંઘને બિરાજમાન કરવાની જાજમ બિછાવવાની બોલી - ઉપાશ્રય સંબંધી અન્ય ચઢાવા અથવા ફંડ - સાતક્ષેત્ર સાધારણના ભંડારમાંથી નીકળેલી રકમ - તપસ્વીના બહુમાનનાં વિવિધ ચઢાવવાનું દ્રવ્ય - દીક્ષાર્થીના બહુમાન સમારોહનાં ચઢાવવાનું દ્રવ્ય - દીક્ષાર્થીના અંતિમ વિદાય તિલકની બોલી - સંઘની ઓફિસમાં નૂતન વર્ષના પ્રારંભ દિને પહેલી રસીદ બનાવવાની બોલી. - સંઘની ઓફિસ કે ઉપાશ્રયમાં કંકુના થાપા લગાવવાનો લાભ - સાધારણ ખાતામાંથી બનેલ અને પ્રભુની દૃષ્ટિ જ્યાં ન પડતી હોય તેવા સ્થાન પર સ્થાપિત શાસનમાન્ય દેવ-દેવીની મૂર્તિ ભરાવવાના, પ્રતિષ્ઠા-પ્રવેશ ૧૪૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો?
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy