SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ જો બાધ ન હોય તો ચક્ષુ-ટીકા પણ એનાથી ચોંટાડાય તો ઉખડે નહિ. વળી દેખાવમાં સારું રહે. ઉત્તર-૬૦ - સૌ પ્રથમ તો ભગવાનના કપાળે સોના-ચાંદીની પટ્ટી લગાડવાની કોઈ આવશ્યકતા જ નથી. ઘણીવાર મુગટને ટેકો રહે માટે કે દેખાદેખીથી પણ આવી વસ્તુ બનાવી લગાડી દેવાતી હોય છે. જિનેશ્વર ભગવાનની પ્રતિમાજીને ચક્ષુ-ટીકો વગેરે કોઈ પણ વસ્તુ કાયમી રીતે ચોડવાની હોય તો તેમાં રાળનો જ પ્રયોગ કરવો જોઈએ. સન-પ્રશ્નમાં તેવો ખુલાસો છે. રાળમાં ગાયનું ઘી થોડું થોડું નાંખતા રહી બરાબર લેપ ન બની જાય ત્યાં સુધી કૂટવું પડે. તેના બધા દાણા કુટાઈ જાય અને એકરસ, જાડા કીમ જેવું બની જાય, ત્યાર બાદ જ ચોંટાડવામાં કામ લેવું. આવી રીતે ચોંટાડ્યા બાદ બરાસ મિશ્રિત સુખડનો લેપ કે ભીના અંગલૂછણાથી એને ઠંડક આપીને રાખવું પડે અને આ રીતે કરવાથી બે-ચાર દિવસમાં જ તે કઠણ બની સખત જામી જાય. બીજો એક ખ્યાલ એ દરમ્યાન રાખવો પડે છે. પરમાત્માને પ્રક્ષાલ પૂજા કે અંગલૂછણાં કરતી વખતે અત્યંત કાળજીથી, ધીરે ધીરે, ઉપયોગપૂર્વક પોતાના નાનકડા બાળકને નવડાવવા વગેરે સમયે જે કાળજી રાખો, તેનાથી અધિક કાળજી રાખવી પડે. જો એ ન રાખો તો લેપ હાલી જાય ને ચક્ષુ ટીકા પટ્ટી જામે નહીં. રાળ સિવાય સ્ટીકફાસ્ટ, એરેલ્ડાઈટ, ઈન્સ્ટન્ટ સ્ટીક વગેરે જેવા કોઈપણ પદાર્થો પ્રભુના અંગ ઉપર વપરાય નહિ. કારણ કે, એ ભયંકર હિંસક કેમિકલ છે અને તેનાથી પ્રતિમાજીને કાયમી નુકસાન થયાના દાખલા બન્યા છે. અનુભવી માણસો પાસેથી જાણીને બરાબર પ્રયોગ કરવાથી આ રાળ કેવી રીતે બનાવવી-વાપરવી તે અંગે કુશળતા મેળવી શકાય તેમ છે. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૮૯
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy