SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ (આ વાતને સમજવા માટે ઋષિ ભરતની એક કથા છે જે નીચે પ્રમાણે છે.) ઋષિ ભરતે દયા ભાવનાથી ઘાયલ થયેલા હરણને બચાવી તેની સુશ્રુષા કરી અને તેના પ્રત્યે મોહભાવ જાગી ગયો. તેમનો છેલ્લો વિચાર તે હરણનો જ હતો. તેથી તેમને હરણ યોનિમાં જન્મ લેવો પડયો. પણ તેમની આધ્યાત્મિક પ્રગતિને કારણે તેમનો આત્મા ઉચ્ચ સ્થિતિ પામેલો હોવાથી તેમને પૂર્વનો ભવ યાદ હતો અને તેથી તે પછીના ભાવમાં જન્મમાં તે મૌન જ રહ્યા, તે આખી જીંદગીમાં એકપણ શબ્દ બોલ્યા જ ન હતા. તેથી તે “જડ ભરતતરીકે ઓળખાયા. તેઓ આખી જીંદગી શાંતમૌન રહ્યા. કે જેથી જગતમાં કોઈની સાથે લાગણી જન્મે નહીં. આમ કરવાથી સંપૂર્ણ આત્મશુદ્ધિને પામ્યા અને જન્મ મરણના ફેરા ટાળી દીધા. (આ જન્મનો) છેલ્લો વિચાર હવે પછીનો જન્મ ક્યાં થશે તે નક્કી કરે છે. પોતાની જીંદગીમાં મુખ્યતાએ જેના વિચારી રહ્યા હોય તે વિચાર જ મૃત્યુ વખતે મનમાં ઉભો થાય છે. મૃત્યુ વખતે આવતો મુખ્ય વિચાર એ હોય છે કે જેને તેની જીંદગીમાં મુખ્ય ભાગ ભજવ્યો હોય. મૃત્યુ વખતનો છેલ્લો વિચાર હવે પછી શરીરનું બંધારણ કેવું મળશે તે નક્કી કરે છે. કહેવત છે કે “માણસ જેવું વિચારે છે તેવો બને છે”. તેથી તમે તમારા મનને યોગ્ય રીતે અને યોગ્ય સાત્ત્વિક ખોરાક આપો જેથી ઉચ્ચ સ્થિતિ મેળવી શકાય. સાત્વિક વિચારોનું પીઠબળ તમારી પાસે હોવું જોઈએ કે જે તમને ઉચ્ચ સ્થિતિએ પહોંચાડવામાં મદદ કરે. પણ જગતમાં એ દયા જનક સ્થિતિ છે કે, મોટા ભાગના માણસો પાસે જીંદગી જીવવા માટેના વિચારો કે કાર્યક્રમો હોતા નથી અને સાત્ત્વિક વિચાર ધારાનું પીઠબળ હોતું નથી. તેઓ નિશ્ચયથી નિષ્ફળતાને જ પામે છે. આ જેમ ગ્રામોફોનની સોય પ્લેટમાં નાનો ખાડો કાપે છે તેમ સાત્વિક ડિવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005558
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swami, Raj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2011
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy