SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ અખો ૭ થયા પછી પોતાના અધ્યાત્મશાસ્ત્રના વિચારો પ્રકરણ દ્વારા જણાવ્યા છે. તે ગ્રંથના મંગલ વાક્યમાં અખો શ્લેષ છાયા વડે બ્રહ્માનંદ ગુરુનો ઉલ્લેખ કરે છે ઃ ‘‘ચરણ ચિંતવીને સ્તુતિ કરૂં ચિશક્તિ બ્રહ્માનંદની.’’ આ બ્રહ્માનંદ ગુરુનો તેને સંબંધ ઉત્તર અવસ્થામાં થયો છે, પૂર્વાવસ્થામાં નહિ. બ્રહ્માનંદ ગુરુનો ઉલ્લેખ તે વારંવાર ઉત્તરાવસ્થાનાં કેટલાંક પદોમાં કરે છે. ઉદાહરણ તરીકે : (૧) સદ્ગુરુની સંગત કરીએ, મન ક્રમ વચને તન મન ધરીએ. બ્રહ્માનંદ નિજસુખ અનુસરીએ તો, મોટો મહિમા ગુરુ દેવનોરે. (અખાની વાણી, પૃ. ૨૮૬) (૨) બ્રહ્માનંદ સાગરમાં ઝોલતાં, નવ જાણ્યું તે દિનને રાત. (અખાની વાણી, પૃ. ૨૯૪) (૩) બ્રહ્માનંદ સ્વામી અનુભવ્યો રે, જગ ભાસ્યો છે બ્રહ્માકાર. (અખાની વાણી, પૃ. ૨૯૬) આ પ્રમાણે બાવન વર્ષે અખાએ પોતાની વાણી પ્રજા સમક્ષ ઉઘાડી, અથવા ‘‘અખેગીતા’’ તે પહેલો જ ગ્રંથ છે- એ અનુમાનો બાજુએ રાખી સંવત ૧૭૦૫માં ‘“અખેગીતા” લખાઈ અને તેની ઉંમરનાં ત્રેપન છપ્પન વર્ષ થયા પછી તે લખાઈ એ અનુમાન સ્વીકારવા યોગ્ય છે. અને તે અન્વયે અખાનો જન્મ સમય સંવત ૧૬૪૯માં આવે એટલે ઈ. સ. ૧૫૯૩ અથવા ૧૬૦૦ના અરસામાં આવે તેમ છે. અખાના ઉપર આવી પડતો વૈષ્ણવ ગુરુની અણઘટતી નિંદાનો આરોપ ખોટા પાઠની માન્યતાથી બંધાયલો છે અને તે આરોપ સત્ય પાઠથી દૂર થાય છે. અખાના જીવન સમય ઉપર આડકતરી રીતે પ્રકાશ નાખનારાં વાક્યો પૈકી ‘“ગુરુ કર્યા મેં ગોકુળનાથ'' (પ્રપંચ અંગ, ૧૬૭) એ વાક્ય વિચારવા યોગ્ય છે. આ આરંભના પાદ સાથેના ત્રણ પાદો લોકોક્તિની પરંપરામાં ભ્રષ્ટ થયા છે. અને તેથી કરીને અખાના ઉપર વૈષ્ણવ ધર્મ સંપ્રદાયનો તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005555
Book TitleAkho
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Devshankar Mehta
PublisherL D Indology Ahmedabad
Publication Year2009
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy