SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ક્ષત્રપકાલીન ગુજરાત સિક્કાઓ, પૃષ્ઠ ૧૦૩. ૭૫. જુઓ અગાઉની પાદનોંધ ૬૭. ૭૬, ઈસ્વીપૂર્વ ૧૫૦થી આરંભાયેલો સંવત (જુઓ : ક્રેડિઈ, પૃષ્ઠ પ૭૦). ૭૭. ઈસ્વીપૂર્વ ૧૫૫થી પ્રવર્તાયેલો સંવત (જુઓ : ગ્રીબેઇ., પૃષ્ઠ ૪૯૪-૫૦૨). ૭૮. અય શક હતો કે પહવ એ એક વિવાદસ્પદ મુદ્દો છે. સ્ટેન કોનોના મતે તે પહ્રવ હતો, કેમ કે તે વોનોનિસનો સંબંધી હતો અને વોનોનિસ પલ્લવ હતો (જઈહિ., પૂ.૧૨, પૃષ્ઠ ૨૪). રેપ્સન, ગાર્ડનર વગેરે વિદ્વાનો અને શક જાતિનો ગણે છે (સુધાકર, પૃષ્ઠ ૩૨). ટાર્ન વોનોનિસને પદ્વવ અને અયને શક તરીકે ઓળખાવે છે. (ગ્રીબેઇ., પૃષ્ઠ ૩૪૫). માર્શલ જો કે ટાર્નના મત સાથે. સંમત થાય છે | (તક્ષશિલા, પુ. ૧, પૃષ્ઠ ૪૯-૫૦). સુધાકર ચટ્ટોપાધ્યાયના મત પલંવ નામવાળો વોનોનિસ શક હતો અને તેથી અય પણ શક હતો (શક્સ ઇન ઇન્ડિયા, પૃષ્ઠ ૩૨). બંનેના સિક્કાઓ વિશે જુઓ રસેશ જમીનદાર, ૧૯૯૪, પૃષ્ઠ ૧૧૯ અને ૧૨૦. ૭૯. અને એમાં અય ૧લો એ મોઅનો નહીં પણ સ્થાલિરિસનો ઉત્તરાધિકારી હતો, તેમ જ મોઅ અય રજા પછી ગાદીએ આવ્યો હોવાનો મત રાયચૌધરીનો છે (પોહિએઇ., પૃષ્ઠ ૪૪૦). પરંતુ અય રજા અને ગુદુલ્હરની સમકાલીનતા ધ્યાનમાં લેતાં આ વિધાન સ્વીકારી શકાય નહીં; કેમ કે બંને અય રાજા મોઅ પછી સત્તાધીશ હતા (એજન). કેટલાક મોઅને અય ૧લા અને અય રજાની વચ્ચે મૂકવાનું સૂચન કરે છે; પરંતુ સિક્કાઓના આધારે અય ૧લાના અનુગામી તરીકે અય રજાનું સ્થાન નિશ્ચિત થયું છે. એટલે મોઅ કાં તો અય ૧લાની પૂર્વે કે અય રજાની પછી આવી શકે. પરંતુ આ અગાઉ નોંધ્યું છે તેમ મોઅ અય રજા પછી શાસનસ્થ ક્યારેય સંભવી શકે નહીં અને તેથી અય ૧લાની પૂર્વે જ એ શાસન કરતો હોવાનું શક્ય જણાય છે (એજન). આ ચારેયના સિક્કા માટે જુઓ રસેશ જમીનદાર, ૧૯૯૪, પૃષ્ઠ ૧૧૮થી ૧૨૧. ૮૦. મૂળમાં અયિલિષ છે અને એનું અંગ્રેજી રૂપ Azilises છે. એનાં સિક્કાઓ વાસ્તે જુઓ રસેશ જમીનદાર, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૧૧૯. ૮૧/૮૨. રાયચૌધરી, પોહિએઇ., પૃષ્ઠ ૪૪૧-૪૪૨; ચટ્ટોપાધ્યાય, અહિનોઈ., પૃષ્ઠ ૫૩. ૮૩. દા.ત. Mau+es; Ag+es; Azilis+es વગેરે. ૮૪. જુઓ ચટ્ટોપાધ્યાય, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૫૩. ૮૫. રાયચૌધરી, પોલિએઈ., પૃષ્ઠ ૪૪૪-૪૪૫. ૮૬. એઇ., પુ.૨૧, પૃષ્ઠ ૨૫૭; જરૉએસો., ૧૯૩૨, પૃષ્ઠ ૯૫૩ ઉપરની પાદનોંધ. ૮૭. તક્ષશિલાના તામ્રપત્રથી અને ઝેડના લેખથી લાયક (લિયક) નામની બે વ્યક્તી હોવાનું સૂચવાય છે (કાઁઈઇ., પુ. ૨, ભાગ ૧, પૃષ્ઠ ૧૪૫). માનશેરાના વર્ષ ૬૮ના લેખમાં લિય(ક)નો ઉલ્લેખ છે અને તેને પતિકના પિતા સાથે સરખાવી શકાય (એઈ., પુ. ૨૧, પૃષ્ઠ ૨૫૭). ૮૮. સ્ટેન કોનો આવું માને છે (જુઓ યોહિએ., પૃષ્ઠ ૪૪૪ અને પાદનોંધ ૨). ઉપરાંત જુઓ કનિગમ, એજયૉઈ., પૃષ્ઠ ૬૩ અને ૧૨૬. ૮૯. સ્ટેન કોનો, કૉઈઈ., પુ. ૨, ભાગ ૧, પ્રસ્તાવના પૃષ્ઠ ૩૨. ૯૦. ફલીટ બે પતિક હોવાનું સૂચવે છે (જરૉએસો., ૧૯૦૭, પૃષ્ઠ ૧૦૩૫ અને ૧૯૧૩, પૃષ્ઠ ૧૦૦૧); જ્યારે માર્શલ (જરૉએસો., ૧૯૧૪, પૃષ્ઠ ૯૭૯) એક જ પતિક હોવાનું કહે છે. સ્ટેન કોનો પણ તક્ષશિલાના લેખવાળા મહાદાનપતિ પતિક અને મથુરાના સિંહસ્તંભલેખના મહાક્ષત્રપ પતિક બંનેને એક જ હોવાનું સૂચન કરે છે. (કૉઇઇ., પૃ.૨, ભાગ ૧, પ્રસ્તાવના પૃષ્ઠ ૩૩). બંનેના નામની સામ્યતા, બંને બૌદ્ધધર્મી અને ઉભયના હોદ્દાના સંદર્ભે સુધાકર પણ બંને પતિકને એક જ વ્યક્તિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy