SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ ક્ષત્રપકાલીન ગુજરાત પેટાળમાંથી હાથ લાગેલો ઐતિહાસિક લખાણ સાથેનો શૈલસમુદ્ગક અને મહાતૂપની દીવાલોમાં સ્થિત પક્વમૃત્તિકામાંથી નિર્માયેલી ભગવાન બુદ્ધની ડઝનેક પ્રતિમાઓના કારણે. ભારતીય સૂપસ્થાપત્યમાંના કેટલાકના પેટાળમાંથી મળેલા શૈલસમુદ્ગક ઉપર નિદ્રાનસૂત્ર કે પ્રતીત્યસમુચનો બૌદ્ધધર્મનો વિખ્યાત સિદ્ધાંત કંડારેલો હોય એવા નમૂના બહુ ઓછા મળ્યા છે ત્યારે દેવની મોરીના પાષાણદાબડાનું મહત્ત્વ ધ્યાના બને છે. આ જ પ્રમાણે દેવની મોરીના મહાતૃપમાંથી હાથ લાગેલી બુદ્ધપ્રતિમા ભારતની પૂર્વકાળની મૃત્તિકાશિલ્પાકૃતિઓમાં અદકેરા સ્થાનની અધિકારી છે; ખાસ તો, માટીના ફલકની પશ્ચાદ્ભૂ ઉપર ઉપસાવેલી, કંડારેલી અને પછી પકવેલી ધ્યાનસ્થ બુદ્ધની પ્રતિમાઓ એની વિશિષ્ટ કલાકારિગીરીને કારણે. દાર્શનિક સાહિત્ય જૈનોનાં આગમ સાહિત્યમાં દ્વાદશ અંગ હતાં; જેમાંનું જ્ઞાન સુધર્માથી આરંભીને ભદ્રબાહુ સુધીના ગણધરોએ જાળવી રાખ્યું હતું. આવાં લુપ્ત આગમોને મૌર્યકાળમાં મગધમાં મળેલી પરિષદે સંકલિત કર્યા હતાં. પરંતુ કાળબળે આ આગમો છિન્નભિન્ન થતાં ગયાં. આથી, આપણે અવલોકી ગયા તેમ વીરનિર્માણના લગભગ ૮ર૭ (કે ૮૪૦) વર્ષ પછી એટલે કે ઈસ્વી ૩૦૦ (કે ૩૧૩)માં આગમોને સુવ્યવસ્થિત કરવા કાજે અને આગમવાચનાને પુનશ્ચ સંકલિત કરવા અર્થે આર્ય સ્કંદિલના અધ્યક્ષસ્થાને મથુરામાં અને આ જ સમય દરમ્યાન ગુજરાતમાં વલભીમાં નાગાર્જુનના પ્રમુખપદે શ્રમણસંધ એકત્રિત થયો અને જેમને જેમને આગમ સૂત્ર કે ખંડ સ્મરણમાં હતાં તે લખવા કે લખાવા લાગ્યા. આમ લેખિત સ્વરૂપે એક સાથે બે વાચના તૈયાર થઈ જે અનુક્રમે માથુરીના વાચના અને વાલથી વાચનાથી ખ્યાત છે. ક્ષત્રપકાલ દરમ્યાન ગુજરાતમાં થયેલી આ મહત્ત્વની દાર્શનિક સાહિત્યિક પ્રવૃત્તિનું ભારતના જૈન આગમ સાહિત્યનાં ક્ષેત્રમાં આપણું મહાન યોગદાન ગણાવી શકાય. સાહિત્યિક પ્રવૃત્તિ ભારતીય તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં મલવાદી રચિત દશારનવક્ર અને સિદ્ધસેન દિવાકરકૃત સન્મતિ દ્વારા ગ્રંથોએ મહત્ત્વનાં પ્રદાન કર્યા છે. સમકાલીન કે પૂર્વકાલીન, જૈન કે જૈનેતર તાત્ત્વિક વિચારધારઓને, શક્ય તેટલી રીતે પૃથસ્કૃત અને વિશ્લેષિત કરીને, યોગ્ય સ્થાન પ્રસ્થાપીને તેમાંના લાભ દર્શાવતા, આ બંને ગ્રંથોના પ્રયત્ન પ્રામાણિક, પ્રશસ્ય અને પ્રાય: પહેલપ્રથમ છે. આમ આપણા દેશના દાર્શનિક સાહિત્યાકાશમાં ક્ષત્રપકાલીન ગુજરાત ધ્રુવ તારકસમ અગ્રિમ હરોળના સ્થાનનું અધિકારીત્વ અંકે કરે છે. જૈનધર્મમાં રામકથાના સ્વરૂપને પરમરિય (પદ્મચરિત)રૂપે પ્રચારમાં લાવવાનું સહુ પ્રથમ કાર્ય સંભવતઃ મલ્લવાદીના પાવરિત ગ્રંથથી થયેલું જોવું પ્રાપ્ત થાય છે. એવી જ રીતે, અજ્ઞાત લેખકકૃત સંવિના ગ્રંથ ફલાદેશનો ઉત્તમ ગ્રંથ હોઈ, ભારતના ફલાદેશ સાહિત્યમાં પણ ગુજરાતે તે દ્વારા ધ્યાનાર્ય યોગદાન બક્ષ્ય છે એમ ખસૂસ કહી શકાય. રાજા રુદ્રદામાનો જૂનાગઢનો શૈલલેખ સંસ્કૃત ગદ્યકાવ્યના અને દેવની મોરીનો શૈલસમુગક લેખ સંસ્કૃત વૃત્તબદ્ધ પદ્યના, ભારતના ઉપલબ્ધ સંસ્કૃત સાહિત્યમાં, આદ્ય શ્રેષ્ઠ નમૂના તરીકે મહત્ત્વનાં સ્થાન સંપ્રાપ્ત કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy