SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ બાવીસ રાષ્ટ્રીય વિરાસતમાં યોગદાન ભૂમિકા અગાઉનાં એકવીસ પ્રકરણ અને બાર પરિશિષ્ટ મારફતે ગુજરાતના પૂર્વકાળનાં ઇતિહાસ અને સંસ્કૃતિમાં ક્ષત્રપકાલનું લાક્ષણિક અને કેટલીક બાબતમાં પ્રથમદર્શી મહત્ત્વ કેવાં સ્વરૂપનું છે તેનાં વિગતવાર પૃથક્કુત અવલોકન આપણે કર્યો છે. એટલું જ નહીં આપણા રાષ્ટ્રનાં ઇતિહાસ અને સંસ્કૃતિના વિકાસશીલ ઘડતરમાંય ક્ષત્રપકાલીન ગુજરાતનો દાયીત્વપૂર્ણ ફાળો ધ્યાનાર્હ હતો તે હકીકતી ઘટનાઓ આપણે અવલોકી. મહત્ત્વની બાબત દેશનાં ઇતિહાસ અને સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં અવલોકીએ તો ક્ષત્રપકાલની પહેલાં અને પછીના સમયમાં રાષ્ટ્રકક્ષાએ બે મહાન રાજવંશોની સત્તાઓ અભ્યદયી પરિસ્થિતિમાં તો હતી પરંતુ એ બંને મહાસામ્રાજ્યોએ ગુજરાત પ્રદેશને મહત્ત્વનું ધ્યાનાર્હ સ્થાન બહ્યું હતું તેની પ્રતીતિ ગિરિનગરના પરિસરમાં સ્થિત અશોકના શૈલલેખોથી પ્રખ્યાત ખડકલેખોથી થાય છે. આ બંને રાજવંશો સામ્રાજયો હતાં મૌર્યવંશ અને ગુપ્તવંશ. આ બંને સત્તાઓની રાજધાની ગુજરાતથી દૂર દેશના પૂર્વભાગમાં વર્તમાન બિહાર રાજ્યની રાજધાની પટણામાં (પૂર્વકાલીન પાટલીપુત્રમાં) હતી અને છતાંય બંને રાજસત્તાઓના સામ્રાજયના ભૂભાગમાં ગુજરાતનો પ્રદેશ મહત્ત્વના પ્રાંત તરીકે પ્રસ્થાપિત અને પ્રતિષ્ઠિત હતો. ગિરિનગરના ઉક્ત શૈલખંડમાં એક તરફ મૌર્ય સમ્રાટ અશોકનું અને બીજી બાજુ ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તનું લખાણ અને ત્રીજી તરફ ક્ષત્રપ રાજવી રુદ્રદામાનું લખાણ આ બાબતની સાહેદી બક્ષે છે. આમ તો, ક્ષત્રપોનો રાજવંશ સ્થાનિક કક્ષાનો હતો અને છતાંય દેશની બે મહાસત્તાઓના સાંસ્કૃતિક યોગદાનની હરોળમાં ઊભા રહેવાની ક્ષમતા ધરાવતો હતો. આઠસો વર્ષના (ઈસ્વી પૂર્વ ચોથી સદીથી ઈસ્વીની ચોથી સદી પર્યત) પ્રસ્તુત કાલખંડ દરમ્યાન ગુજરાતે ઐતિહાસિક અને સાંસ્કૃતિક પ્રદાનના પરિપ્રેક્ષ્યમાં તત્કાલીન ભારતના વિકાસમાં લાક્ષણિક ભાત-પરંપરામાં મૂઠી ઊંચેરું કાઠું ઉપસાવ્યું હતું. અહીં હવે આપણે ક્ષત્રપોના શાસનસમયની સાંસ્કૃતિક માહોલની લાક્ષણિક તસવીર દર્શાવવાનો નમ્ર પ્રયાસ કરીશું. દીર્થશાસન અને સ્વતંત્ર રાજ્ય - વિદેશી શક જાતિના અને પશ્ચિમી ક્ષત્રપોથી વિશેષ ખ્યાત એવા ક્ષત્રપવંશના ત્રીસ જેટલા રાજાઓએ આજના પશ્ચિમ ભારતમાં અને ખાસ કરીને તત્કાલીન બૃહદ ગુજરાતમાં આશરે ચારસો વર્ષ સુધી સુશાસન કરીને ગુજરાતના પૂર્વકાલીન રાજકીય ઇતિહાસમાં સહુ પ્રથમ દીર્ઘશાસિત અને ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિમાં પહેલપ્રથમ સ્વતંત્ર રાજકીય અને ભૌગોલિક એકમની પ્રસ્થાપનામાં આ રાજવંશે ગુજરાતમાં રાજકીય ઇતિહાસનાં ઘડતરમાં અને તે દ્વારા ભારતના રાજકીય ઇતિહાસનાં ઘડતરમાં પોતાનો વિશિષ્ટ અને લાક્ષણિક ફાળો નોંધાવ્યો છે. એટલું જ નહીં આટલા લાંબા કાળ દરમ્યાન વ્યવસ્થિત રાજ્ય ચલાવી તંદુરસ્ત રાજવહીવટીય પ્રણાલિ અને પરંપરા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy