SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ зЧо ક્ષાપકાલીન ગુજરાત વેપારવણજ ઈસુની પહેલી સદી સુધી ગ્રીક લખાણયુક્ત અપલદત્ત અને મિનેન્ટરના છાપવાળા સિક્કાઓનું ચલણ બારિગાઝામાં હતું અને સ્થાનિક ચલણના બદલામાં જેના ઉપર સારો વટાવ મળે છે તેવા સોના-ચાંદીના સિક્કા બારિગાઝા આવતા હતા એવી પેરિપ્લસની નોંધથી૧૯ સૂચિત થાય છે કે ક્ષત્રપકાલના આરંભમાં વિદેશો સાથે, ખાસ કરીને ગ્રીસ અને રોમ સાથે, ગુજરાતનો વેપાર વ્યાપક પ્રમાણમાં પ્રવર્તમાન હતો અને ભરુકચ્છ વેપાર-ઉદ્યોગનું ધીખતું કેન્દ્ર અને મોટું બંદર હતું. આ બંદરેથી આયાત-નિકાસ થતા માલનો પરિચય પેરિપ્લસમાંથી પ્રાપ્ત થાય છે. કઠ(coptus), જટામાંસી (spikenard), ગુગળ, હાથીદાંત, અકીક, પન્ના, હરતાલ(lycium), સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મુલાયમ કાપડ, સૂતર, મોટી પીપર તથા આપણા દેશના અન્ય વિસ્તારોનાં બજારમાંથી આવતી અનેક ચીજોની આ બંદરેથી નિકાસ થતી હતી. પોલકેશ (પુષ્કલાવતી), કાસ્પપાઈરી (કાશ્મીર), પારોપાનીસી (હિન્દુકુશ), કાબોલિતિક (કાબુલની આસપાસનો પ્રદેશ), સિળિયા (શક-પદ્વવોનો ભારતીય પ્રદેશ), ઓઝીની (ઉજ્જન), સુરાષ્ટ્ર અને બારિગાઝા આસપાસના મુલકની જરૂરિયાતની બધી ચીજો તથા અકીક, પન્ના, મલમલ, મુલાયમ કાપડ વગેરે ચીજો બારિગાઝા આવતી અને અહીંથી તે વિદેશ નિકાસ થતી. બારિગાઝા બંદરે આયાત થતી ચીજોમાં ઇટાલીય અને લાઓડિસિયાઈ દારૂ, તાંબું, કલાઈ, સીસુ, પરવાળાં, પોખરાજ, બાટીક વિવિધ પ્રકારનાં કાપડ, કમરબંધ, મીઠાં લવિંગ, અપારદર્શક જાડો કાચ, હિંગળો, મમીરો (antimony), સોનારૂપાના સિક્કા, લેપ, રૂપાનાં વાસણો વગેરેનો સમાવેશ થતો. ભરૂચ સિવાય દ્વારકા, માંગરોળ, પ્રભાસ, વલભી, ગોપનાથ, હાથબ, નગરા વગેરે જેવી વસાહતો પણ સમુદ્રતટે કે સમુદ્રની નજદિકમાં આવેલી હોઈ તે સ્થળો પણ વેપારવાણિજ્યનાં કેન્દ્ર હોઈ શકે છે. વ્યવહારનું માધ્યમ વેપારના વિનિમયમાં કે વાણિજિયક વસ્તુઓની લેવડદેવડમાં અને સામાજિક વ્યવહારમાં આદાન-પ્રદાનના સંદર્ભે કોઈ એક નિશ્ચિત માધ્યમ હોવું અનિવાર્ય છે. નાણાં એ આવા પ્રકારની લેવડદેવડ વાસ્તુ કે આદાનપ્રદાન કાજે સરળ માધ્યમ વૈશ્વિક સ્તરે સ્વીકારાયું છે. જગતનો કોઈ પણ ભૂભાગ આમાં અપવાદ હોઈ ના શકે. ક્ષેત્રપાલ દરમ્યાન નાણાંનાં ચલણ વ્યવહારમાં અસ્તિત્વ ધરાવતાં હતાં એની સ્પષ્ટ પ્રતીતિ ક્ષત્રપ શાસકોના સંખ્યાતીત સિક્કાઓની ઉપલબ્ધિથી થાય છે. આ સમયે એનું નામ #ાર્કાપા હતું તેની નોંધ અગાઉ કરી છે (જુઓ પ્રકરણ તેર) આ રાજાઓએ નિર્માણ કરાવેલા ચાંદીના સિક્કા આ સમયના ગુજરાતનું ચલણ હોવાનું સૂચિત થાય છે; કહો કે સુસ્પષ્ટ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy