SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ 336 ઉપસંહાર છૂટાછવાયાં પ્રતિમા-શિલ્પોનાં ઉપર્યુક્ત વર્ણનથી તથા દેવની મોરીમાંથી મળેલી બુદ્ધની પ્રતિમાઓની આલેખનશૈલીથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ક્ષત્રપોના શાસન દરમ્યાન, ખાસ કરીને ચોથી સદી દરમ્યાન (એટલે કે પ્રા-ગુપ્તકાળમાં) મૂર્તિવિધાનની આગવી કળાકારીગરી સારી વિકાસ પામી હતી. સુંદરતા અને કોતરણીના પરિપ્રેક્ષ્યમાં આ બધાં શિલ્પ એકંદરે ઉત્કૃષ્ટ જોવાં પ્રાપ્ત થાય છે. આ પ્રતિમાઓનાં વિસ્ફારિત વિશાળ નયન, વસ્ત્રોમાંની કરચલીઓ, સુદૃઢ શરીર, કમરબંધના આમળા તથા અણિશુદ્ધ પાટલી જેવાં વિશિષ્ટ લક્ષણો ક્ષત્રપકાલીન ગુજરાતમાં પ્રતિમાવિધાનકળાનાં ઘોતક છે. સંશ્લિષ્ટ ઉપસંહાર ક્ષત્રપકાલીન ગુજરાત પ્રકરણ અઢાર, ઓગણીસ અને વીસમાં પ્રસ્તુત વાસ્તુકલા, કોતરકલા અને મૂર્તિકલાને સ્પર્શતી ક્ષત્રપકાલના ગુજરાતમાંથી ઉપલબ્ધ સામગ્રી ઉપરથી સ્પષ્ટતઃ કહી શકાય કે એકંદરે આ સમયની લલિતકળાનો ગતિશીલ વિકાસ ખૂબ જ ઉત્કૃષ્ટ કોટિનો હતો અને ક્રમશઃ તેમાં શ્રેષ્ઠતાનાં તત્ત્વો વૃદ્ધિ પામતાં જતાં હતાં. પરિણામે ક્ષત્રપસમયની કલા ચોથી સદીના ઉત્તરાર્ધમાં તો એટલી પૂર્ણતા અંકે કરી શકી હતી કે આ કલાનાં લક્ષણોને ‘પશ્ચિમ ભારતની શૈલી' જેવું નામકરણ પાઠવી શકાય. કહો કે ગુપ્તકાલ પૂર્વે લલિતકલાના ક્ષેત્રે ગુજરાતે એક આગવી કલાશૈલી નિર્માણ કરી હતી. ખાસ કરીને શિલ્પકલાના ક્ષેત્રમાં વસ્ત્રાલંકારની સૂક્ષ્મ અને સ્પષ્ટ આલેખનશૈલી આ કલાની મુખ્ય વિશેષતા બની રહે છે. આવી વિકસિત કલાના કોઈ કલાવિદનું કે કોઈ કલાગ્રંથનું નામ હાથવગું થતું નથી તેનું આશ્ચર્ય જરૂર છે. ચિત્રકળા આપણા દેશના કેટલાક પ્રદેશમાંથી શૈલાશ્રયચિત્રો (કહો કે ગુફાચિત્રો) હાથવગાં થયાં છે; ખાસ કરીને મધ્યપ્રદેશમાંથી વિશાળ પાયા ઉપર ખડકચિત્રના સમૂહ મળ્યા છે. રાજસ્થાનમાંથી પણ શૈલચિત્રો પ્રાપ્ત થયાં છે. પરંતુ ગુજરાત આ બાબતે અદ્યાપિ અભાવની સ્થિતિમાં હતું. પરંતુ ગઈ સદીના સાતમા દાયકામાં ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ ખાતાને આ બાબતે સારી સફળતા સાંપડી હતી અને સાબરકાંઠા જિલ્લાનાં સાંપાવાડા, લાલોડા, ગંભીરપુરા અને ઈડરમાંથી ગુફાચિત્રો હાથ લાગ્યાં હતાં. આ ચિત્રોનો સમય પ્રાગૈતિહાસિકયુગથી આરંભી ઇસ્લામી શાસન પર્યંતનો સૂચવાયો છે. પરંતુ આપણને આ ગ્રંથના સંદર્ભે સાબરકાંઠા જિલ્લાના ઈડરથી બે કિલોમીટરના અંતરે આવેલા ગંભીરપુરા ગામેથી, રાજ્ય પુરાતત્ત્વ ખાતાની રક્ષિત વાપીના પાર્શ્વભાગે સ્થિત, ગ્રેનાઈટના શૈલાશ્રયોમાંથી કુલ નવ સ્તૂપચિત્ર હાથવગાં થયાં છે. આ બધાં શૈલચિત્રો બૌદ્ધધર્મી હોવાનું દર્શાવાયું છે૪૯. શૈલાશ્રય ચૌદમાંનું સ્તૂપચિત્ર ગેરુરંગની રેખાઓથી અંકિત છે. સ્તૂપચિત્રની બંને તરફ આકર્ષક છત્રયષ્ટિ આકારાયેલી છે (જુઓ ચિત્ર ). શૈલાશ્રય પંદરમાં બે સ્તૂપચિત્ર છે. આબોહવાને કારણે આકૃતિઓ સુસ્પષ્ટ દેખાતી નથી. લાલ રંગથી રેખાઓ અંકિત છે. બેમાંનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy