SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૫ પ્રકરણ વીસ એકાવલિ આભૂષણ અને ખભા સુધી ફેલાયેલી કે પ્રસરેલી જટા તેમ જ અલંકૃત મુકુટ નોંધપાત્ર છે. કરચલીયુક્ત ધોતી ધારણ કરેલી છે જે પ્રતિમાના સમગ્ર સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. અલંકૃત પાટલી અને તેનો અણિશુદ્ધ છેડો તથા કમરબંધ તેમ જ એના આમળા આકર્ષક છે. પ્રતિમાની બંને બાજુ વામનની સવસ્ત્ર આકૃતિ સ્થિત છે. એમની પછવાડે અલંકૃત મસ્તકયુક્ત વૃષભ છે. આખી પ્રતિમા કલાનો સુંદર અને મનોહર નમૂનો છે. આ પ્રતિમાનું સમયાંકન ઈસુની ચોથી સદીનું સૂચવાયું છે. વાહનની અનુપસ્થિતિને કારણે નામકરણ ના થઈ શકે એવી માતૃકાની એક પ્રતિમા પણ શામળાજીના પરિસરમાંથી પ્રાપ્ત થઈ છે. આ મૂર્તિનો ડાબો હાથ ખંડિત છે. તે સિવાય આ . પ્રતિમા આખી અને ઊભેલી અવસ્થામાં છે. સમગ્ર પ્રતિમા ૬૧ સેંટીમીટર ઊંચી છે અને એની પહોળાઈ ૨૬ સેંટીમીટરની છે. મૂર્તિનો જમણો હાથ કટિ અવલંબિત છે, જે એની પૂર્વકાલીનતાનું ઘાતક છે. એના જમણા ખભા ઉપરથી ઝૂલતું વસ્ત્ર કાંડા પાસેથી પસાર થઈ છેક પગ સુધી પહોંચે છે. કટિના નીચેના વસ્ત્રની કરચલીઓ અને પગનું આભૂષણ નોંધવા યોગ્ય છે. પ્રતિમાની કમર ઉપરનો અલંકાર લાક્ષણિક છે. કંઠાભરણ અને કેશગુંફન આ પ્રતિમાનાં ઉલ્લેખનીય લક્ષણ છે. પ્રતિમાની ડાબી તરફ સુદઢ શરીરયુક્ત વામનની આકૃતિ છે. ગંધારકલાનાં લક્ષણો આ- માતૃકામાં અભિવ્યક્ત થાય છે. આ માતૃકાનો સમય ઈસુની ચોથી સદીના અંતનો સૂચવાયો છે. ઓળખી શકાય નહીં એવી બીજી બે પ્રતિમા, જે માતૃકાઓની છે, પણ શામળાજીમાંથી હાથ લાગી છે. બંને મૂર્તિ અખંડિત છે અને ઊભેલી અવસ્થામાં છે. કોઈ નોંધપાત્ર વિશેષતા આ બંને પ્રતિમામાં નથી. સમયની દૃષ્ટિએ તેઓ ઈસુની ચોથી-પાંચમી સદીની હોવાનું સૂચવાયું છે. આ પ્રતિમાય વડોદરાના સંગ્રહમાં છે૯. શામળાજીમાંથી કુમાર(સ્કંદ)નું એક સુંદર શિલ્પ હાથવગું થયું છે. સુરક્ષિત રીતે સારી અવસ્થામાં સંપ્રાપ્ત આ પ્રતિમા ઊભી છે અને અખંડિત છે. એની ઊંચાઈ ૯૦ સેંટીમીટર અને પહોળાઈ ૩૬ સેંટીમીટરની છે. પ્રતિમાનો જમણો હાથ કોણી પાસેથી ઉપર તરફ વળેલો છે અને હાથમાં દેવની ઊંચાઈ જેટલો લાંબો શક્તિદંડ છે. એનો ડાબો હાથ નીચે તરફ ઝૂકેલો છે. તે હાથમાં કુકડો ધારણ કરેલો છે. પ્રતિમાએ ધારણ કરેલી ધોતીની કરચલી, એની અલંકૃત પાટલી અને કમરબંધની ધોતીના આમળાની વિશેષતા તથા અલંકૃત મુકુટ, બાજુબંધ અને કંઠાભરણ જેવાં આભૂષણ આકર્ષક અને મનોહર છે અને તેથી ધ્યાનાર્ય છે. આ પ્રતિમા વસ્ત્રાલંકાર બાબતે ગંધારકલાની અસરથી યુક્ત છે. સમયાંકનની દૃષ્ટિએ આ પ્રતિમા ક્ષત્રપોના શાસન સમયના અંત સમયની એટલે કે ઈસ્વીની ચોથી સદીના અંતભાગની હોવાનું સૂચવાયું છે°. મસ્તક વિનાની અને માત્ર ઘૂંટણ સુધીની શિવની ત્રણ પ્રતિમા પણ અહીંથી હાથ લાગી છે. આ ત્રણેય મૂર્તિના હાથ નાશ પામેલા છે. પરંતુ ખભાની બાજુમાં આવેલાં કાણાંને કારણે સૂચવાય છે કે સંભવતઃ આ ત્રણેયના હાથ પછીથી જોડવામાં આવ્યા હશે. આમાંથી બે પ્રતિમાના જમણા સાથળ ઉપરનાં નાનાં કાણાં અને એક પ્રતિમાના ડાબા સાથળ ઉપરનું મોટું કાણું પણ આવું કોઈ ઇંગિત કરે છે. પ્રતિમા ઉપવસ્ત્ર વિહોણી છે. એમનાં ધોતીની કરચલી, આમળાયુક્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy