SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ દશ ૩૨૫ રહેણાંકના મકાન કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર સિવાયના ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી જે સ્થાપત્યાવશેષ હાથવગા થયા છે તે બધા અકોટા, વડનગર, શામળાજી, દેવની મોરી, નગરા જેવા સ્થળે થયેલાં ઉત્પનનકાર્યથી સંપ્રાપ્ત છે. આ બધા અવશેષોમાં બૌદ્ધવિહારતૂપ જેવાં સ્થાપત્ય ઉપરાંત રહેણાકના મકાનનો સમાવેશ થાય છે. ઉત્પનન અહેવાલોનાં અધ્યયનથી દર્શાવી શકાય છે કે સામાન્ય વસવાટ વાસ્તુનાં મકાન મુખ્યત્વે ઈંટોથી બાંધવામાં આવતાં હતાં. આ સમયની ઈંટો ખોદકાર્યથી અને અન્યથા હાથ લાગી છે તે ઈટો મોટા કદની છે. દા.ત. ૩૮.પથી ૪૩.૫ X ૨૬થી ૩૧ X પથી ૭ સેંટીમીટર. ઈંટોથી નિર્માણ પામતાં મકાનોમાં ચણતર વખતે માટીનો ઉપયોગ થતો. અકોટા-વડોદરામાંથી હાથ લાગેલા એક મોટા મકાનનું કદ ૨૧ X ૧૨ મીટરનું નોંધવા પામ્યું છે. ત્રણ ઓરડા અને પરસાળયુક્ત એક ઈંટેરી મકાન આ સમયનું વડનગરમાંથી મળી આવ્યું છે. ઈંટો-માટી ઉપરાંત મકાનોનાં બાંધકામમાં પથ્થરનો ઉપયોગ થયેલો સૂચવાયો છે. નગરામાં આ સમયનાં ઈંટેરી તેમ જ પિંઢોળી મકાનોના અવશેષ ઉત્પનનકાર્યની પ્રક્રિયા દરમ્યાન જોવા પ્રાપ્ત થયા છે. કારવણ તથા કામરેજમાં આ સમયની ઈંટેરી ઇમારતો હયાત હોવાનું જણાયું છે. શામળાજીમાં આવાં ઈંટેરી મકાનના અવશેષ પ્રાપ્ત થયા છે. કિલ્લા : નગરોની ફરતે આ સમયે કિલ્લા બાંધવામાં આવતા હતા. આવા એક કિલ્લાના અવશેષ શામળાજીમાંથી પ્રાપ્ત થયા છે; જે ૪૦૦ મીટર લંબાઈ અને ૨૦૦ મીટ પહોળાઈ ધરાવે છે. આ કિલ્લામાં ચણતર સારુ માટી વપરાયેલી જોવા મળે છે. એની ચારે તરફ પાણીની ખાઈ હોવાની નિશાની છે. આ કિલ્લાનો મોટો ભાગ દટાઈ ગયો હોવાથી એના પ્રવેશદ્વાર વગેરે વિશેની જરૂરી માહિતી મળતી નથી. કામરેજનાં ખંડેરના અવલોકનથી સમજાય છે કે એના કિલ્લાની ત્રણ બાજુએ ખાઈ અને એક તરફ ઉપર જવાનો માર્ગ છે. અહીં બાંધકામ પણ ઈંટોનું છે. તળાવ : આ કાળ દરમ્યાન માનવકૃત જળયાશોનાં નિર્માણ થતાં હતાં એની પ્રતીતિ, સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાનાં કેટલાંક ગામોની સ્થળતપાસથી તળાવનાં બાંધકામની વિગતો મળી છે, તે ઉપરથી દર્શાવી શકાય છે. પર્વતમાં જે સ્થાને નાળાંએ ખીણ પાડી હોય અને જ્યાં નીચે મજબૂત પથ્થર હોય ત્યાં એની ઉપર માટીના બંધ બાંધી પાણીને અવરોધી તળાવ બાંધવાના પ્રયાસ થતા હતા. આવાં તળાવમાં જે બાજુએ પાણી ભરવામાં આવતું તે બાજુને ઈંટો અથવા પથ્થર વડે મજબૂત બનાવવામાં આવતી. આવાં તળાવના બંધની લંબાઈ સ્થળ પરત્વે અલગ અલગ રહેતી; પરંતુ આશરે ૩૦૦ મીટર લાંબા બંધ બંધાયા હોવાનાં એંધાણ હાથવગાં થયાં છે. તળાવના પાળની ઊંચાઈ ૧.૮૧ મીટરની આરંભી ૧૬.૮૧ મીટર સુધીની રાખવામાં આવતી. મોટી પાળની નીચેની જાડાઈ ૭૫ મીટર અને ઉપરની જાડાઈ ૧૨ મીટર જેટલી રાખવામાં આવતી. આ પાળનું ધોવાણ ના થાય તે વાસ્તેની તકેદારી તરીકે વધારાની પરનાળોની વ્યવસ્થા રાખવામાં આવતી. આવી પરનાળ બેબાર (તાલુકો ભિલોડા) અને દધીલિયા (તાલુકો મોડાસા)નાં તળાવમાં ખડકમાંથી કોરી કાઢવામાં આવી છે. મલ્લપુરાણમાં જેને વૃદ્ધસર તરીકે ઓળખાવવામાં આવ્યું છે એવું એક તળાવ ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામની પૂર્વમાં આવેલું છે જેના કાંઠે પાલિની દેવીનું મંદિર વર્તમાન સ્થિત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy