SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષત્રપકાલીન ગુજરાત પ્રવેશદ્વારની સામે અને દક્ષિણમાં આવેલા ખંડની હરોળની મધ્યમાં મંદિરનો ઓરડો છે. તેનું ક્ષેત્રફળ ૭ X ૨૧ મીટરનું છે. વિહારમાં પ્રવેશતાં જ પ્રત્યેકની દૃષ્ટિ સીધી મંદિર ઉપર જાય તે પ્રકારનું બાંધકામ ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ ધ્યાનાર્હ છે. ચોકને ફરતી ઓસરી ૮૫ સેંટીમીટર ઊંચી અને ૧૪૫ સેંટીમીટર પહોળી છે. વિહારની મધ્યમાં રહેલો ઈંટેરી ચોક ઉત્તર-દક્ષિણ ૨૪.૭૭ મીટર ૩૧૮ ૧ લાંબો છે અને પૂર્વ-પશ્ચિમ ૨૨ મીટર પહોળો છે. પ્રવેશમાર્ગનાં પગથિયાં હોવા વિશેનાં ચિહ્ન અવિશષ્ટ છે. વિહારનું છાઘ કેવું હશે તે જાણવાનાં કોઈ સાધન પ્રાપ્ત થયાં નથી. આ મહાવિહારના નૈઋત્ય ખૂણામાં ૩૯ સેંટીમીટર પહોળી અને ૪૫ સેંટીમીટર ઊંડી પરંતુ ઢાંકેલી નીકો મળી આવી છે. આ મહાવિહારનું સમગ્ર નિર્માણ-આયોજન વતુશાતા પ્રકારનું છે. ભગવાન બુદ્ધની પ્રતિમા સાથેનું મોકળાશવાળું મંદિર છે, જે ઓરડા નંબર ૧૬માં છે. મહાવિહારનો આ સહુથી મોટો ખંડ છે. એની જોડેના ઓરડામાં (નંબર ૧૭માં) મંદિરનો કોઠાર છે. અને નંબર ૨૨માં રસોડું છે. આથી, સૂચવાય છે કે મહાવિહારમાં રહેતા સાધુઓ બુદ્ધની પ્રતિમાનું પૂજા-અર્ચન કરતા હશે. ધ્યાનાર્હ બાબત એ છે કે આ મહાવિહારમાં બૌદ્ધ દેવ અને દેવીઓની તથા બોધિસત્વોની ગેરહાજરી છે અને તેથી અહીં વસતા બૌદ્ધસાધુઓએ પ્રગતિશીલ બૌદ્ધ મૂર્તિવિધાન (જેમાં અનેક બૌદ્ઘ દેવતાનો સમાવેશ) સ્વીકાર્યું હોય એમ જણાતું નથી. આથી દેવની મોરીના મહાવિહારના અંતેવાસી સાધુઓ બુદ્ધપ્રતિમાની પૂજા કરનાર પ્રારંભિક હોવા સંભવે છે. અર્થાત્ આ મહાવિહાર હીનયાન પંથનો હોઈ શકે૧૩. વિહારમાંથી ક્ષત્રપ રાજાઓના સીક્કા, ચકચકિત રાતાં મૃભાણ્ડ વગેરે હાથ લાગ્યાં છે. સિક્કાઓમાં એક સિક્કો શર્વ ભટ્ટારકનો છે. આથી, ફલિત થાય છે કે આ વિહાર ઈસુની ચોથી સદીના ચરણ દરમ્યાન નિર્માણ પામ્યો હોવો સંભવે છે. મહાવિહાર મૂળ પછી બે વખત ફેરફાર પામેલો છે. બીજો વિહાર મહાવિહારથી પૂર્વમાં છે. તે પણ ઈંટરી છે. આ વિહારનું આયોજન પણ મહાવિહારના જેવું જ છે. અર્થાત્ વચ્ચે ખૂલ્લા ચોકની ચોપાસ ફરતે ઓરડા આવેલા છે, વરંડા છે, પાણી-ગટરની વ્યવસ્થા છે, બહારની બાજુએ વરંડા છે, અને પ્રવેશમાર્ગ પગથિયાં યુક્ત છે. મહાવિહારની પાસમાં બીજા વિહાર બંધાવ્યા હોવાનાં ઈંટેરી ચિહ્નો અવિશષ્ટ જણાયાં છે. સંભવ છે કે બે કરતાં વધારે વિહાર અસ્તિત્વમાં હોય. દેવની મોરીનો મહાસ્તૂપ આ મહાવિહારની ઈશાને આશરે પંદર મીટરના અંતરે એક વિશાળ સ્તૂપ આવેલો હતો. આમ તો અહીંથી કુલ પાંચ સ્તૂપ હાથવગા થયા છે; જેમાંના ચાર સ્તૂપ નાના છે અને ઉદ્દેશ-હેતુના છે, કહો કે માનતાના સ્તૂપ છે. આપણે અહીં ફક્ત મહાસ્તૂપનું વર્ણન કરીશું; કેમ કે તે શરીર-સ્તૂપ છે એટલે ભગવાન દશબલના દેહાવશેષને સમુદ્ગકમાં સંગૃહીત-સુરક્ષિત રાખે છે. આ સ્તૂપના પેટાળમાંથી જે અસ્થિપાત્ર હાથ લાગ્યું છે તેના ઉપરના લખાણમાં પણ આ સ્તૂપને મહાસ્તૂપ તરીકે ઓળખાવ્યો છે. આ મહાતૂપ પ્રાંગણમાં આવેલા મહાવિહારના આશ્રયે નિર્માણ પામ્યો હોવાની વિગતેય આ લખાણમાં છે. આ મહાસ્તૂપ ઈંટવા અને બોરિયાના સ્તૂપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy