SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ અઢાર ૩૦૯ માપ ૨૫ x ૩ અને ૨૫ x ૩ મીટર છે. બીજી ગુફાને પણ નાની બે ઓરડી છે, જે અનુક્રમે ૩ X ૨ અને ૨' X ૩ મીટરનું માપ ધરાવે છે. ચોરસ પીઠિકા અને શીર્ષયુક્ત અષ્ટકોણ એવા બે સ્તંભ છે૧૦. એની બાજુમાં જૂની ઢબની પહોળી પટ્ટીની એક વેદિકા છે, જે આ ગુફાઓનો એક માત્ર અલંકરણયુક્ત નમૂનો છે. ઉપરકોટ અને તળાજાનાં ચૈત્યવાતાયનમાં આ પ્રકારનાં અલંકરણ છે. બીજી ગુફાની ઉત્તરે ત્રીજી મોટી ગુફા છે. એની સાંકડી ઓસરીમાં આગળના ભાગમાં ચોરસ આકારના છ સ્તંભ હતા, જેમાંથી પ્રવેશદ્વારની જમણી તરફના ત્રણ અને ઉત્તર તરફનો એક એમ ચાર સ્તંભ વર્તમાને અસ્તિત્વ ધરાવે છે"0". આ ગુફાઓમાંથી એક શિલાલેખ મળ્યો છે, જેની લિપિના મરોડ ક્ષત્રપકાલીન છે૧૦૨. લેખ ખંડિત છે તેથી તે કયા રાજાનો હશે તે કહેવું મુશ્કેલ છે. | ગુફામાંની વેદિકાનાં રૂપાંકનના આધારે સાર્કળિયા આનો સમય ઈસુની પહેલી-બીજી સદીનો સૂચવે છે. ક્ષત્રપલેખની લિપિના મરોડ આનું સમર્થન કરે છે. ખંભાલીડાની ગુફા રાજકોટ જિલ્લાના ગોંડલ પાસે આવેલા ખંભાલીડા ગામેથી ઈસ્વી ૧૯૫૯માં પુ.કે.પંડ્યાને કેટલીક ગુફા હાથ લાગી હતી૧૦૪. આમાંની ત્રણ ગુફા ધ્યાનાર્હ છે. ત્રણમાંની વચ્ચેની ગુફામાં સ્તૂપયુક્ત ચૈત્યગૃહ છે. એના પ્રવેશમાર્ગની ઉભય બાજુએ વૃક્ષને આશ્રયે ઉભેલા બોધિસ્તંભની એકેક (એક તરફ પદ્મપાણિ અવલોકિતેશ્વર અને બીજી બાજુ વજપાણિ) અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ કંડારેલી છે. આ બધી જીર્ણાવસ્થામાં છે. પુ.પ્ર.પંડ્યા આનો સમય ઈસ્વીની ત્રીજી-ચોથી સદીનો દર્શાવે છે. શિલ્પોની આલેખનશૈલી અને વસ્ત્રપરિધાન ઉપરથી ઉમાકાંત શાહ એનો સમય ચોથી સદીનો જણાવે છે૧૦. જો કે ચૈત્યખંડને ધ્યાનમાં લેવાથી ગુફાઓ બીજી-ત્રીજી સદીનું હોવાનો સંભવ વ્યક્ત થઈ શકે. કડિયા ડુંગરની ગુફા - ભરૂચ જિલ્લાના ઝાઝપોર સ્ટેશનની સામે ૧૫૦ મીટર ઊંચાઈવાળી એક પર્વતમાળા છે, જેમાં કડિયા નામનો ડુંગર છે. એના ઉપર સાત ગુફા છે. એની તળેટીમાં એક-શિલાનિર્મિત એક સિંહસ્તંભ પ્રાપ્ત થયો છે. સિહસ્તંભની આસપાસ ઈંટેરી સ્થાપત્યના આઠ-નવ અવશેષોની માહિતી છે. ગુજરાતના દક્ષિણ પ્રદેશમાંથી ઉપલબ્ધ ક્ષત્રપકાલીન આ ગુફાઓ સહુ પ્રથમ છે. જો કે એનાં સંપૂર્ણ વિગતો, તલમાન, ચિત્રો વગેરે પૂરેપૂરાં ઉપલબ્ધ નથી. ડુંગર ઉપરની સહુથી ઊંચી એવી એક ગુફામાંથી ભીંત ઉપર કોતરેલો લેખ જોવા મળે છે, જેનું માપ છે ૧ મીટર X ૪૬ સેંટીમીટર. લેખ ખૂબ ઘસાઈ ગયો છે અને તે ઉકેલી શકાતો નથી. આ ગુફાની ડાબી દીવાલ ઉપર રેખાંકિત એવાં હાથી અને વાનરનાં શિલ્પો છે. વરંડામાં અને અંદર પાષાણ બેઠકોયુક્ત બૌદ્ધવિહારો છે. આ ગુફાના ખંડની લંબાઈ ૭, પહોળાઈ ૨.૧૯ અને ઊંચાઈ ૨.૬૫ મીટરની છે. બેઠકોનું માપ છે : ૧.૪૫ X ૬૯ X ૬૨ સેંટીમીટર. બે નાના તથા બે મોટા સ્તંભ અહીં છે. વરંડો ૪૬ સેંટીમીટર સમચોરસ છે. અહીં વેદિકાભાત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy