SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ અઢાર અર્ધવર્તુળાકાર પછીતથી અલગ સ્તૂપની રચના અને ચૈત્યવાતાયનોની વેદિકાનાં અલંકરણોને આધારે સાંકળિયા આ ગુફાઓને ઈસ્વીના આરંભમાં નિર્માણ પામી હોવાનું સૂચવે છે. ચૈત્યગૃહની સાદીસીધી રચના ઉપરથી ઉમાકાંત શાહ એમને ઈસુની પહેલી સદીમાં રચાઈ હોવાનું માને છેજ. 309 યુઆન સ્વાંગ ૬૪૦માં વલભી આવ્યા ત્યારે તેમણે ‘વલભીથી દૂર નહીં તેવી' ગુફાઓનો ઉલ્લેખ કર્યો છે. તેમાં સ્થિરમતિ-ગુણમતિ નામના બૌદ્ધ આચાર્ય રહેતા હતા એવી નોંધ પણ કરેલી છે^. ગુફામાંના વાતાયન બાવાપ્યારાનાં વાતાયનથી વધુ વિકસિત છે. એટલે આ ગુફાઓ બાવાપ્યારા પછીની હોવાનું સૂચવાય છે. ઉપરકોટમાંની ગુફામાંનાં વાતાયાનમાં વેદિકાનાં અલંકરણ છે પણ એભલમંડપનાં અલંકરણ કરતાં એનું કદ નાનું છે. ઉપરકોટનાં વાતાયનમાં સ્ત્રી-આકૃતિ છે, જે અહીં નથી. આથી, કહી શકાય કે તળાજા કરતાં ઉપરકોટનાં વાતાયન વિકસિત છે. એટલે તળાજાનો ગુફાસમૂહ બાવાપ્યારાના ગુફાસમૂહ પછીનો અને ઉપરકોટની ગુફાઓ પૂર્વે નિર્માણ પામ્યો હોવો જોઈએ. સ્થિમતિ-ગુણમતિનો કાર્ય-સમય (જુઓ પ્રકરણ પંદર) ધ્યાનમાં લેતાં આ ગુફાસમૂહ ઈસ્વીની ત્રીજી સદીમાં તૈયાર થયો હોવા સંભવે. સાણાની ગુફાઓ જૂનાગઢ જિલ્લાના ઉના ગામ પાસે રૂપેણ નદીના પ્રદેશમાં આવેલા સાણાના ડુંગર ઉપર મધપૂડાની જેમ ૬૨ જેટલી ગુફા પથરાયેલી છે. બર્જેસના જણાવ્યાનુસાર આ ગુફાઓ પણ જૂનાગઢ, તળાજા અને ઢાંકની ગુફાઓની જેમ સાદી છે. ગુફાઓમાંની મોટાભાગની જીર્ણ અવસ્થામાં છે. ડુંગરની ટોચ ઉપર મોટા કદની ઈંટોયુક્ત પાયાની રચનાના અવશેષ પ્રાપ્ત થાય છે. ડુંગરની તળેટી પાસે એક મોટી ગુફા આવેલી છે, જે પણ તળાજાની ગુફાની જેમ ‘એભલમંડળ’થી વિખ્યાત છે”. આ ગુફાનું માપ છે : ૨૧ મીટર પહોળી, ૧૮ મીટર ઊંડી અને ૫ મીટર ઊંચી. આની આગળના ભાગે મૂળમાં છ સ્તંભ આવેલા હશે. અંદરના ભાગમાં કોઈ સ્તંભ હોવાનું શક્ય જણાતું નથી. આ ટેકરી ઉ૫૨ ૩૬ મીટર ઊંચાઈ ઉપર એક બીજી ગુફા છે, જે ‘ભીમચોરી'થી સુખ્યાત છે. આ ગુફાના આગળના ભાગે એક અલિંદ છે : ૧૧ મીટર X ૧૨૧ મીટર. અહિંદના છાઘના ટેકા માટે અષ્ટકોણ એવા ચાર સ્તંભ છે. એના કુંભી અને શીર્ષના ભાગ જલપાત્ર(લોટા)ના આકારના છે. એનાં ફલક અને ઉભણી માટે બબ્બે ચોરસ પટ્ટા છે. આ પ્રકારના સ્તંભ નાસિક અને જૂન્નરની ગુફાઓમાં સંખ્યાબંધ છે. સાંકળિયા આ સ્તંભોને નાસિકમાંની નહપાનની ગુફાના સ્તંભ સાથે સરખાવે છે. અહિંદની ચારેય ભીંતમાં ઉપરકોટની ગુફાઓની જેમ ઊંચી ઓટલીઓ આવેલી છે. ભીમચોરીની બાજુમાં એક સાદું ચૈત્યગૃહ છે, જેનું માપ ૫ X ૧૦ મીટરનું છે. એ ૪ મીટર ઊંચું છે. એનું છાઘ સાદું છે. પ્રદક્ષિણાપથનો અભાવ ધ્યાન ખેંચે છે. ચૈત્યગૃહની પછીત અર્ધવર્તુળાકાર છે. એમાં ૨૧ મીટરનો વ્યાસ ધરાવતો સાદો અને અલંક૨ણ તથા સુશોભન વિનાનો એક સ્તૂપ છે, જેની ટોચનો ભાગ નાશ પામ્યો છે. અહિંદયુક્ત ઓરડીઓ અહીં પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy