SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પંદર ૨૬૩ બંનેનો સમય આ બંને વિદ્યાપુરુષના સમય વિશે ચોક્કસ અભિપ્રાય દર્શાવવો મુશ્કેલ છે. આપણે અવલોકી ગયા કે બંને વિદ્વાનો અસંગ-વસુબંધુના શિષ્યો હતા. એટલે આ ગુરુદ્રયના સમયના આધારે ગુરુબંધુના સમય સૂચિત કરી શકાય. અસંગ અને વસુબંધુના જીવનકાલ ચોથી સદી દરમ્યાન હોવાનો સામાન્ય મત છે. નલિનાક્ષ દત્તના મતે અસંગ ઈસ્વી ૩૧૦ થી ૩૯૦૫૩ દરમ્યાન વિદ્યમાન હતા. એમ.પેરિને અનુસરીને ઈલિયટ વસુબંધુનો જીવનકાળ ઈસ્વી ૨૮૦થી ૩૬૦નો સૂચવે છે. જયારે તમાકુસુ અસંગને ઈસ્વી ૪૧૦થી પ00 વચ્ચે જીવિત હોવાનું અને વસુબંધુને ઈસ્વી ૪૨૦થી ૫૦૦ દરમ્યાન૫૫ વિદ્યમાન હોવાનું દર્શાવે છે. ઈન્સિંગ પણ વસુબંધુનો પાંચમી સદીના ઉત્તરાર્ધમાં જીવનકાળ સૂચવે છે. પ્રસ્તુત વિવિધ સમયાંકન મુજબ સ્થિરમતિ-ગુણમતિનો જીવનકાળ કાં તો ચોથી સદીના ઉત્તરાર્ધમાં, કાં તો પાંચમી સદીના ઉત્તરાર્ધમાં હોઈ શકે. વસુબંધુને દિગાન નામનો શિષ્ય હતો, જેનો ઉલ્લેખ સિદ્ધસેન અને મલવાદીએ કર્યો છે. વિનયતોષ ભટ્ટાચાર્ય બૌદ્ધ પરંપરાનુસાર દિદ્ભાગનો સમય ઈસ્વી ૩૪૫થી ૪૨૫નો સૂચવે છે, જે આપણે અગાઉ જોઈ ગયા (પૃષ્ઠ ૨૬૦). એટલે દિનાગના સમકાલીન અને સંભવતઃ સહાધ્યાયીપલ એવા સ્થિરમતિ-ગુણમતિ પણ ચોથી સદીના ઉત્તરાર્ધમાં અને પાંચમી સદીના પ્રથમ ચરણ દરમ્યાન વિદ્યમાન હોવાનું સૂચવી શકાય. સ્થિરમતિના એક ગ્રંથનો ચીની અનુવાદ ઈસ્વી ૩૯૭થી ૪૩૯ દરમ્યાન થયો હોવાનો સ્ત છે. એટલે મૂળ ગ્રંથના કર્તા આ સમય પહેલા વિદ્યમાન હોવાનું સૂચવી શકાય. તેથી સ્થિરમતિ ચોથી સદીના છેલ્લા બે ચરણમાં કાર્યરત હોવાના ઉપર્યુક્ત સંભવને સમર્થન પ્રાપ્ત થાય છે. યોગાચારવાદના સંસ્થાપક બૌધિસત્વ મૈત્રેયનાથ અયોધ્યાના વતની હતા અને તેઓ ઈસ્વી ૨૭૦થી ૩૫૦ની વચ્ચે વિદ્યમાન હોવાનું દર્શાવાયું છે. આ મૈત્રેયનાથ પાસેથી અસંગે જ્ઞાન પ્રાપ્ત કરેલું અને ત્રણ ગ્રંથો રચ્યા હોવાનું મનાય છે. આથી, અસંગ ઈસ્વી ૩૦૦થી ૩૫૦ની સમયાવધિ દરમ્યાન વિદ્યમાન હોવાનું સ્પષ્ટ થાય છે, તો અસંગના લઘુબંધુ વસુબંધુ તથા ઉભયના શિષ્ય સ્થિરમતિ-ગુણમતિ પણ ઈસુની ચોથી સદીના પહેલા-બીજા, સંભવતઃ બીજા-ત્રીજા ચરણ દરમ્યાન કાર્યરત હોવાનું અનુમાન કરી શકાય. अंगविज्जा पइण्णय આપણા દેશમાં જ્યોતિષના ત્રણ પ્રકાર છે : સિદ્ધાંત જયોતિષ, સંહિતા જયોતિષ અને હોરા જ્યોતિષ. અહીં આપણને નિસબત વિશેષ છે સંહિતા પ્રકારની જયોતિષવિદ્યા સાથે. આનો વિકાસ જીવનનાં વ્યાવહારિક ક્ષેત્રોમાં આ વિજ્ઞાનની આવશ્યક્તામાંથી થયો. આથી, માનવજીવન સંબંધિત સંખ્યાતીત બાબતો આ વિદ્યાના ગ્રંથોમાં આવરી લેવાઈ છે. અન્ય પ્રાણીઓની અપેક્ષાએ માનવ વિશેષ જિજ્ઞાસુ હોઈ એનામાં ફલિત ભાવનાનું તત્ત્વ વિશેષ છે જે જ્યોતિષનો પ્રાણ છે. ફલિતાર્થ જન્મે છે નિમિત્તમાંથી. અથર્વવેદથી આરંભી આપણા ઘણા ગ્રંથો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy