SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષત્રપકાલીન ગુજરાત ૨૫૬ બીજાં બેમાં કેવળ અર્થગુણ છે. શેષ લક્ષણોમાં સ્ફુટ એ કાવ્યગુણ છે, વુ એ સૂત્રશૈલીનું ઘોતક છે. વિત્ર એ અધમ કાવ્ય કાજે પ્રયોજાતો શબ્દ છે, તો શXસમયમ્ એ શબ્દશૈલી સૂચવે છે. ભરતે અને દંડીએ ગણાવેલાં દશ લક્ષણો વૈદર્ભીશૈલીનાં દૃષ્ટાંત છે. આથી, અનુમાની શકાય કે ક્ષત્રપકાલ દરમ્યાન ગુજરાતમાં વૈદર્ભિશૈલીનો સાહિત્યમાં વિનિયોગ થતો હશે. એમ પણ આથી સૂચિત થાય છે કે ઈસ્વીની બીજી સદી દરમ્યાન ગુજરાતમાં કાવ્યસાહિત્ય અપેક્ષિત રીતે પ્રચારમાં હશે. દેવની મોરીનો અસ્થિપાત્રલેખ શામળાજીના વૈષ્ણવતીર્થનાં સાંનિધ્યમાં મેશ્વો નદીના કાંઠે દેવની મોરી ગામની ભાગોળે ‘ભોજરાજનો ટેકરો'નામથી ઓળખાતા ટેકરા ઉપરથી ભગવાન તથાગતના શરીરાવશેષને સાચવતો મહાસ્તૂપ હાથ લાગ્યો હતો૧. આ સ્તૂપના પેટાળમાંથી એક શૈલસમુદ્ગક હાથ લાગ્યો છે. ભૂખરા પથ્થરમાંથી નિર્માણ કરેલા આ દાબડાના સમગ્ર ઢાંકણા ઉપર, એની બહાર-અંદરની બાજૂ, દાબડાના મુખ્ય ભાગની ચારેય બાજૂ ઉપર તથા તળિયાના ભાગે-આમ સમગ્ર દાબડા ઉપ૨ બ્રાહ્મી લિપિમાં અને પાલિ ભાષામાં પ્રતીત્યસમુત્ત્તાવનો બૌદ્ધધર્મનો સિદ્ધાંત તથા બ્રાહ્મીલિપિમાં અને સંસ્કૃત ભાષામાં ઐતિહાસિક લેખ છે૧૨. આ શૈલસમુદ્ગક અભિલેખ સંસ્કૃત પદ્યમાં છે અને પૂર્વકાલીન પદ્ય અભિલેખોમાં પૂર્વકાલીનતમ હોવાનો જણાય છે. સંસ્કૃત ભાષામાં લખાયેલા પ્રસ્તુત લેખનો પદ્યરચનામાં દેખાતી થોડી અનિયમિતતા પ્રાકૃતની અસર સૂચવે છે. આ કાવ્યમાં પહેલો શ્લોક અનુષ્ટુપ છે. બીજો, ત્રીજો,પાંચમો અને છઠ્ઠો શ્લોક ગીતિ છંદમાં છે. આર્યા છંદનું બંધારણ ૧૨, ૧૮ અને ૧૨, ૧૫નું છે. ચોથો શ્લોક ગીતિ છંદમાં છે અને તેનું બંધારણ ૧૨, ૧૮ અને ૧૨, ૧૮નું છે. આથી, અનુમાની શકાય કે તત્કાલીન ગુજરાતના લલિતસાહિત્યમાં પ્રશંસાનો પ્રકાર વિદ્યમાન હશે અને પ્રજા પ્રશસ્તિ કાવ્યનો આસ્વાદ માણતી હશે. દાર્શનિક સાહિત્ય વાલભી વાચના જૈનોનાં આગમ સાહિત્યનાં દ્વાદશ અંગ હતાં. આ અંગોનું જ્ઞાન સુધર્માથી આરંભી ભદ્રબાહુ સુધીના ગણધરોએ જાળવી રાખ્યું હતું. મૌર્યકાળના આરંભમાં મગધમાં સંપન્ન થયેલી પરિષદે આ બાર આગમો સંકલિત કર્યાં હતાં. પરંતુ કાળબળે આ આગમો છિન્નભિન્ન થતાં ગયાં. આથી, વીર નિર્વાણથી આશરે ૮૨૭ કે ૮૪૦ વર્ષ પછી અર્થાત્ ઈસ્વી ૩૦૦ કે ૩૧૩માં આગમોને ફરીથી સુવ્યવસ્થિત કરવાના હેત્વર્થે અને લુપ્ત થયેલી આગમવાચનાને પુનશ્ચ સંકલિત કરવા કાજે આચાર્ય આર્ય સ્કંદિલના અધ્યક્ષપદે મથુરામાં શ્રમણસંઘ એક્ઝો થયો અને જેમને જેમને આગમસૂત્ર કે ખંડ સ્મરણમાં હતાં તે લખાવવા લાગ્યા. આમ, આગમો સંકલિત થયાં, જે માથુરી વાવના અથવા ાંવિતી વાચના તરીકે ખ્યાત છે૧૪. આ જ સમય દરમ્યાન મથુરાની જેમ ગુજરાતમાં આવેલા વલભીમાં આચાર્ય નાગાર્જુનની અધ્યક્ષતામાં શ્રમણ સંઘની પરિષદ મળી. ઉપસ્થિત સહુને જે જે આગમ, એના For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy